Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ભાવનગરના તગડી ગામના વાળંદ યુવકનું રોડ વચ્ચે નીલગાય આવતા અકસ્માતમા મોત

ભાવનગર તા.૧૯: ભાવનગરના તગડીગામે રહેતા અને ભાવનગર શહેરમાં ગઢેવી વડલા પાસે મુંજાણીબ્રર્ધશ નામની હિરાની પેટીમાં કામ કરતા વાળંદ યુવાન મનીષ ઉર્ફે ભોલો રમેશભાઇ વાજા ઉ.વ.૨૧ આજે સવારે તેના નિભકત મુજબ તગડીથી ભાવનગર નોકરીએ જઇ રહ્યો હતો ત્યારે અઘેવાડા નજીક શિવકુંજ આશ્રમ પાસે બાઇક પસાર થઈ હતી ત્યારે રસ્તામાં ફુલસ્પીડમાં નીલગાય આવી જતાં બાઇક ચાલક મનીષભાઇને નીલગાયે હડફેટે લેતા મનીષભાઇનું બાઇક સાઇડમાં જઇ રહેલ એક મોટરકાર સાથે ધડાકાભેર અથડતા સર્જાયેલા અકસ્માતમાં મનીષભાઇ જાણ થતાં જ ભાવનગર ભરતનગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.(૭.૯)

 

(3:44 pm IST)