Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ખંભાળીયા બળાત્કાર કેસમાં આરોપીના જામીન રદ કરવાની અરજી નામંજુર

રાજકોટ, તા.૧૮:- ખંભાળીયાના બળાત્કારના કેસમાં સરકાર તથા મુળફરિયાદી દ્વારા આરોપીઓના જામીન રદ્દ કરવા માટે કરાયેલી અરજી કોર્ટે રદ કરી હતી.

અત્રેાના બનાવની વિગત એવી છે કે, ખંભાળીયા, દેવભુમિદ્વારકા જિલ્લાના ખંભાળીયા પો.સ્ટે.માં ફરિયાદી દ્વારા આઇ.પી.સી.કલમ- ૩૭૬, ૩૪૨, ૫૦૬ (૨), ૧૧૪ મુજબની ફરિયાદ આપવામાં આવેલી. જે ગુનામાં પોલીસ દ્વારા બે આરોપીઓને ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવેલ.

ઉપરોકત ફરિયાદ સંદર્ભે આરોપી તરીકે અશ્વિન ધનજીભાઇ વારસાખીયા તથા ચેતન ધનજીભાઇ વારસાખીયાની બન્ને આરોપીએ બચાવપક્ષની દલીલો ગ્રાહય રાખી જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કરેલ.

ઉપરોકત બન્ને આરોપીઓને ઘણા લાંબા સમય બાદ જામીન રદ્દ કરવા માટેની સરકાર દ્વારા તથા મુળફરિયાદી દ્વારા અરજી કરવામાં આવેલ. જે અરજીઓમાં કુલ ત્રણ અરજીઓ કરેલ. જેમાં સરકાર તરફે બન્ને આરોપીઓની અલગ અલગ અરજી તથા મુળફરિયાદી દ્વારા સંયુકત જામીન રદ્દ કરવા માટેની અરજી કરવામાં આવેલ. જેમાં બન્ને આરોપછઓજતી જામીન અરજીઓનાં વાંધા તથા સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરી, જે ચુકાદાઓમાં પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ બેઇલ કેન્સલ માટે આરોપીનો ભારતીય બંધારણનો આર્ટીકલ-૨૧ની સ્વતંત્રતાઓને હણી લે છે વિગેરે અનેક મુદ્દાઓ ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપીઓના જામીન રદ્દ કરવા માટે કરાયેલી અરજીઓ રદ્દ કરી, અગાઉ જામીન આપ્યાનો હુકમ કાયમ રાખેલ છે.

ઉપરોકત બન્ને આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી સંજય એમ. ડાંગર, વિજયભાઇ ધમ્મર, જીતેન્દ્રસિંહ પરમાર, સાગરભાઇ એન. મેતા રોકાયેલા હતા.(૨૨.૧૬)

 

(11:47 am IST)