Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગારીયાધાર તાલુકાના ખેડૂતોને અછતગ્રસ્ત અંતર્ગત ૧૭ કરોડની ચુકવણી કરાઇ

ગારીયાધાર તા.૧૮ : તાલુકાને અછતગ્રસ્ત યોજના અંતર્ગત આવરી લેવાયા બાદ ખેડૂતોને પાક નુકશાની વળતરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ સહાયમાં સમગ્ર પંથકના ખેડૂતોને હેકટરોના સર્વે પ્રમાણે ૧૭ કરોડ ચુકવવામાં આવ્યા છે.

ગારીયાધાર શહેર અને પંથકના ૪૯ ગામોના ૧૭૯૦૪ ખેડૂતોએ પાક વળતરમાં અછતગ્રસ્ત યોજના હેઠળ ૧૭,૯૩,૦૭૨૯૮ રૂપિયાની ચુકવણી કરી દેવાઇ છે. ઓછા વરસાદના કારણે પંથકના તમામ ખેડૂતોને ભારે નુકશાની વેઠવી પડી હતી. જેના વળતર મેળવવા અલગ અલગ સંસ્થાઓ ખેડૂતો અને રાજકીય આગેવાનોના પ્રયાસોથી ભાવનગર જીલ્લામાં ગારીયાધાર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયો હતો. જે અંતર્ગત ખેડૂતોને હેકટર દીઠ ૬૮૦૦ના વળતર અપાયા છે.

જયારે હાલ કેન્દ્ર સરકાર દ્વારા લઘુતમ ર હેકટરના ખેડૂત ખાતેદારો માટે યોજના ચાલુ થઇ છે. જેની વળતરની કાર્યવાહી હાથ ધરાઇ છે.(૪૫.૯)

(11:42 am IST)