Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મઘરવાડામાં જુગારમતા છ પકડાયા

કુવાડવા પોલીસનો દરોડોઃ દિનેશ સોલંકી, વિજય ઉતેણીયા, હરેશ ભોજાણી, વિક્રમ સોલંકી, વિપુલ સોલંકી અને રસીક સોલંકીની ધરપકડ

રાજકોટ તા.૧૯: મઘરાવાડાગામ સ્મશાન પાસે કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સૂચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી.જે.ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.કે.ઝાલા, કોન્સ.મનીષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીયા, અજીતભાઇ લોખીલ, હરેશભાઇ સારદિયા, દેવેન્દ્રસિંહ જાડેજા તથા રાજેશભાઇ ચાવડા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે દેવેન્દ્રસિંહ અને અજીતભાઇ લોખીલને મળેલી બાતમીના આધારે મઘરવાડા ગામમાં સ્મશાન પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મઘરવાડાગામના દિનેશ નાથાભાઇ સોલંકી  (ઉ.વ.૪૫), વિજય ગોવિંદભાઇ ઉતેળીયા (ઉ.વ.૩૦), હરેશ ખીમાભાઇ ભોજાણી (ઉ.વ.૨૫), વિક્રમ નાથાભાઇ સોલંકી (ઉ.વ.૩૫), વિપુલ રઘુભાઇ સોલંકી (ઉ.વ.૨૭) અને રસીક બચુભાઇ સોલંકી (ઉ.વ.૩૫)ને પકડી લઇ રૂ.૭૫૨૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.(૭.૭)

(11:40 am IST)