Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અમરેલીના દેવળીયા પાસે સીમરણનાં ધામેલીયા પરિવારના દેરાણી જેઠાણીના મોતથી અરેરાટી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૯ : સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના હાલ સુરત રહેતા ધામેલીયા પરિવાર ફોર વ્હીલ કાર જી.જે.૦પ.આર. જે. ર૯રપમાં સીમરણથી અમરેલી તરફ આવતા હતા. ત્યારે ચકકગઢ દેવળીયા હનુમાનજી મંદિર શેત્રુજી પુલ આગળ આવેલ ખેતરમાં કાર પલ્ટી મારી જતાં ઘટના સ્થળે સવિતાબેન બાબુભાઇ ધામેલીયા ઉ.વ.૬૩  અને જયાબેન લાલજીભાઇ ધામેલીયા ઉ.વ.૬પ રહે. સીમરણ નામના બે સગા દેરાણી જેઠાણીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજયા હતા.

જયારે અકસ્માતમાં બાબુભાઇ ભગવાનભાઇ ધામેલીયા ઉ.વ.૬૭, લાલજીભાઇ ભગવાનભાઇ ધામેલીયા તથા ઉ.વ.૭ર તેમજ ૮ વર્ષના કિહાન રાકેશભાઇ ધામેલીયાને ઇજા થતા અમરેલી સીટી ૧ અને ર ૧૦૮ના પાઇલોટ દિપેશભાઇ ચૌહાણ, યોગેશભાઇ વેદ, નિતીશ ચૌહાણ, સાગર મકવાણાએ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા.

(12:55 pm IST)
  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST

  • ખુલ્લેઆમ દાદાગીરી : રાજસ્થાનના જયપુરમાં માસ્ક પહેર્યા વિના બેઠેલા યુવકને નિર્ભયા સ્ક્વોડની મહિલા કોન્સ્ટેબલે ટોકતા નાક ઉપર ઘુસ્તો મારી દીધો : નાકનું હાડકું તોડી નાખ્યું : યુવકની ધરપકડ કરી ફરજમાં રૂકાવટનો કેસ દાખલ કરાયો access_time 7:05 pm IST

  • મમતા બેનરજીએ નેતાજી બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી: મોદી સરકારે નેતાજી બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું : મોદી સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ રાજનીતિ પ્રેરિત ગણાવ્યો access_time 12:55 am IST