Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભાજપ દ્વારા ત્રણ દિવસ બૂથ સંપર્કયાત્રા

૮ર બેઠકો પર કાર્યક્રમો

ખંભાળિયા તા.૧૮ :  ગુજરાત રાજયમાં પ્રથમ ચરણની ચુંટણીમાં ૮૯ બેઠકો માટે ચુંટણી શરૂ થઇ છે. ત્‍યારે ભાજપ દ્વારા આજથી ત્રણ દિવસ ૮ર બેઠકો પર બુથ સંપર્ક યાત્રા શરૂ થઇ છે.

રાજયના ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્‍યું હતું કે સમગ્ર રાજયમાં ૮ર વિધાનસભા વિસ્‍તારોમાં ૧૮-૧૯-ર૦ ત્રણ દિવસ બુથ સંપર્ક યાત્રા શરૂ કરીને આગેવાનો નેતા તેમનો પ્રવાસ  શરૂ કરશે. તથા જનસભા મીટીંગો યોજશે અને ભાજપની સરકારોના વિકાસના ચિત્ર તથા બીન ભાજપી સરકારોની વાસ્‍તવિક સ્‍થિતિ લોકો સમક્ષ રજુ કરશે.

આ બુથ સંપર્ક યાત્રાના કાર્યક્રમો ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડા, કેન્‍દ્રીય મંત્રીઓ નિતીન ગડકરી, નરેન્‍દ્ર તોમર, અનુરાગ ઠાકુર, મનસુખ માંડવીયા, પરસોતમ રૂપાલા, વી.કે.સિંહ યુપીના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથજી, આસામના હેમંત શર્મા, મધ્‍યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ અન્‍ય નેતાઓ    ભુપેન્‍દ્ર પટેલ, વિજય રૂપાણી, પુનમબેન માડમ, વજુભા વાળા, ગણપત વસાવા, સી.આર.પાટીલ,. આર.સી. ફળદુ સહિતના નેતાઓ જોડાશે તથા સભા મીટીંગો ગ્રુપ મીટીંગો  મુલાકાતમાં હાજરી આપશે.

(1:25 pm IST)