Gujarati News

Gujarati News

નિર્મલા રોડ પર ધોળે દિવસે સિંધી અગ્રણીના બંગલામાં પુત્રવધૂ તાન્‍યાબેનને હથોડીના ઘા ઝીંકી લૂંટ : તાન્‍યાબેન વિવેકભાઇ બાલચંદાણી (ઉ.વ.૪૦) બપોરે પુત્રને શાળાએથી તેડી ઘરે આવ્‍યા અને કમ્‍પાઉન્‍ડમાં રસોડા તરફનો દરવાજો ખોલી રહ્યા હતાં ત્‍યારે પાછળથી આવેલા લૂંટારૂએ ઘા ઝીંક્‍યાઃ ચાર વર્ષના પુત્રને મારી નાખવાની ધમકી પણ દીધી : લૂંટારાએ કાળુ માસ્‍ક પહેર્યુ હતું, હિન્‍દી ભાષામાં બોલતો હતોઃ સોનાની બંગડીઓ લૂંટી ગયો : શ્રીચંદભાઇ બુલચંદાણીને શાપરમાં એમ્‍પાયર ફલોર મીલઃ જમીન-મકાનના મોટા ધંધાર્થીઃ બે શોપીંગ મોલ ધરાવે છે : ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસ, એસઓજીનો કાફલો ઘટના સ્‍થળેઃ હુમલામાં ઘાયલ તાન્‍યાબેનને સિનર્જી હોસ્‍પિટલમાં ખસેડાયા access_time 4:01 pm IST

લૂંટ કર્યા પછી લૂંટારાએ કહ્યું-દસ મિનટ તક ચિલ્લાના મત, પુલીસ કમ્પલેઇન કી તો છુટકે સબકો માર ડાલુંગા!: દિકરાને સ્કૂલેથી તેડીને આવ્યા પછી રસોડા તરફના દરવાજાને સ્ટોપર લગાવ્યા વગર તાન્યાબેન ઘરકામમાં પરોવાયા ત્યાં જ દરવાજો ખુલવાનો અવા જ આવતાં પતિ આવ્યાનું સમજ્યા,પણ સામે હાથમાં હથોડા સાથે લૂંટારાને ઉભેલો જોતાં જ હેબતાઇ ગયા : ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ પોલીસે છ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૃ કર્યોઃ લૂંટારો અલગ અલગ રિક્ષા મારફત કોટેચા ચોક, ઇન્દિરા સર્કલ થઇ ગોંડલ રોડ ચોકડી સુધી પહોંચ્યાાની વિગતો સીસીટીવી ફૂટેજ પરથી મળતાં ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા : પોલીસે લૂંટ સાથે હત્યાની કોશિષ-ધમકીનો ગુનો દાખલ કર્યો : તાન્યાબેન લોહીલુહાણ હાલતમાં કરગર્યા કે જે જોઇએ તે લઇ લે પણ મને કે મારા દિકરાને મારતો નહિઃ એ પછી લૂંટારાએ કબાટની ચાવી માંગી, ચાવી ન હોઇ હાથમાંથી ૬૫ હજારની કંગન ઉતરાવી લીધી : માથે લાલ ટોપી, મોઢે કાળુ માસ્ક, બ્લુ જીન્સ, બ્લુ શર્ટ પહેરીને આવેલા લૂંટારાના એક હાથમાં થેલો અને બીજા હાથમાં હથોડો હતો access_time 1:58 pm IST