Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

પોરબંદરમાં કાનૂની રક્ષણ અંગે માર્ગદર્શન

પોરબંદરઃ પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ અન્‍વયે તથા પોરબંદર શહેરના ડીવાયએસપી જે.સી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ પોરબંદર શહેરની અલગ અલગ મહોલ્લાની મહિલાઓને કમલાબાગ પોલીસ સ્‍ટેશનની વિઝીટ કરાવી મહિલાઓને કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પો.સબ ઈન્‍સ. જે.ડી. દેસાઈ તથા સી ટીમ દ્વારા ગુડ ટચ, બેડ ટચ, સાયબર ગુન્‍હાઓ, ઘરેલુ હિંસા, મહિલાઓના અધિકારો અને તેમના પર આચરવામાં આવતા અત્‍યાચાર સામે કાનૂની રક્ષણ કેવી રીતે મેળવી શકાય ? પોલીસ હેલ્‍પલાઈન નં. ૧૦૦, મહિલા અભયમ હેલ્‍પલાઈન ૧૮૧ અને પોલીસ બેઝ સપોર્ટ સેન્‍ટર અને પોલીસ સ્‍ટેશનના જુદા જુદા ટેબલ પર થતી કામગીરી વિશે સમજ આપી સાંપ્રત સમયમાં સાવચેતી એ જ સલામતી છે તેવું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ તે તસ્‍વીરમાં કમલાબાગ પોલીસ સ્‍ટેશન સબ ઈન્‍સપેકટર જે.ડી. દેસાઈ તથા સી ટીમના કર્મચારીઓ નજરે પડે છે.

 

(10:18 am IST)