Gujarati News

Gujarati News

ચાવીનો કારીગર સત્યસિંઘ મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ હતો ને પિત્રાઇ તથા ભત્રીજાએ દૂકાનમાં ઘુસી રહેંસી નાંખ્યો: આઠ મહિના પહેલા હત્યાનો ભોગ બનનારની ભત્રીજાવહૂની હત્યારા ફરજસિંઘે ઘરમાં ઘુસી છેડતી કરી'તીઃ ત્યારે અરજી કરતાં મનદુઃખ ચાલતુ હતું: એ કારણે હત્યા થયાની શકયતા : ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં સત્યસિંઘ રાજુની (ઉ.૩૫) જંકશન પ્લોટમાં પોતાની વાહેગુરૂ કી સેન્ટર નામની દૂકાનમાં હતો ત્યારે જ બાજુમાં રહેતાં કુટુંબી કાકાના દિકરા ફરજસિંઘ અને ફરજસિંઘના ભત્રીજા તરજીતસિંઘ છરીઓ સાથે ધસી આવ્યા ને તૂટી પડ્યાઃ પીએસઆઇ બી. વી. બોરીસાગર સહિતે સત્યસિંઘને હોસ્પિટલે ખસેડ્યો પણ જીવ ન બચ્યો : મરનાર-મારનાર બંને મુળ મથુરાનાઃ આજે સવારે જામનગરથી મથુરાની ટ્રેન હોઇ પોલીસની એક ટૂકડીએ આરોપીઓ તેમાં હોવાની શંકાએ આખી ટ્રેન ચેક કરી : હત્યાનો ભોગ બનનારનો ભાઇ પ્રદિપસિંઘ જીલ્લા પંચાયત ચોકમાં બેસી ચાવી બનાવે છેઃ આરોપી ફરજસિંઘ કિસાનપરા ચોકમાં બેસતો હતો : પેટ, હાથ, માથા, છાતી, શરીરે છરીના ૧૦ ઘા ઝીંકાયા : રાજકોટમાં સમીસાંજે થયેલી હત્યામાં આરોપીઓ ફરાર access_time 3:09 pm IST