Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

કેશોદ યાર્ડના સેક્રેટરીએ પોતાના કર્મચારી ઉપર હાથ ઉપાડ્યો

પીધેલી હાલતમાં હુમલો કરીને શર્ટ ફાડી નાખ્યાની પોલીસ ફરિયાદથી ચકચાર

કેશોદના માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ પોતાના જ કર્મચારી પર હાથ ઉપાડવાની ઘટના બની છે. કેશોદના માર્કેટીંગ યાર્ડમાં મગફળી નોંધણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે તેવા સમયમાં જિલ્લા કલેકટર દ્વારા મગફળી નોંધણીનો ચાર્જ મયુરભાઇને સોંપાયો હતો. મયુરભાઇ પોતાના સેક્રેટરીને કામની સોંપણી કરી પોતાના અંગત કામ અર્થે જવાની વાત કરી. પરંતુ સેક્રેટરીએ પીધેલ હાલતમાં તેમના પર હુમલો કરીને તેમનું શર્ટ ફાડી નાખ્યું હતું. જેથી મયુરભાઇએ પોલીસ સ્ટેશન પહોંચીને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.

(12:05 am IST)
  • અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડની આશંકા : વટવાના બીબી તળાવ પાસે શંકાસ્પદ હાલતમાં મળી બે યુવાનોની લાશ : શરાબ પીવાથી મોત થયાની શક્યતા access_time 1:30 pm IST

  • અમદાવાદ:રૂ.260 કરોડના કૌભાંડનો મામલો વિનય શાહના વિદેશ પ્રવાસની વિગતો મંગાવી : CID ક્રાઈમ દ્વારા પ્રવાસની વિગતો મંગાવવામાં આવી :ઈમિગ્રેશન વિભાગ પાસેથી મગાવામાં આવી માહિતી : વિનયના કોર ગ્રૂપના સભ્યો,એજન્ટોના વિદેશ પ્રવાસની માહિતી ટાર્ગેટ પૂર્ણ કરનાર એજન્ટોને વિદેશની ટુર પર મોકલાતા હતા access_time 1:06 pm IST

  • દાહોદ શેસન્સ કોર્ટ સાથે છેતરપિંડી કરનાર વકીલની ધરપકડ:અકસ્માત સબંધી વળતર મળી ગયા છ્ત ફરીથી વળતર માટે અરજી કરતાં વકીલ સામે ગુનો દાખલ:વકીલ એ.ડી.સતનામી વિરુદ્ધ દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધાઈ:પોલીસે આરોપી વકીલ ની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા access_time 10:42 pm IST