સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th November 2018

કેશોદ યાર્ડના સેક્રેટરીએ પોતાના કર્મચારી ઉપર હાથ ઉપાડ્યો

પીધેલી હાલતમાં હુમલો કરીને શર્ટ ફાડી નાખ્યાની પોલીસ ફરિયાદથી ચકચાર

કેશોદના માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ પોતાના જ કર્મચારી પર હાથ ઉપાડવાની ઘટના બની છે. કેશોદના માર્કેટીંગ યાર્ડમાં મગફળી નોંધણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે તેવા સમયમાં જિલ્લા કલેકટર દ્વારા મગફળી નોંધણીનો ચાર્જ મયુરભાઇને સોંપાયો હતો. મયુરભાઇ પોતાના સેક્રેટરીને કામની સોંપણી કરી પોતાના અંગત કામ અર્થે જવાની વાત કરી. પરંતુ સેક્રેટરીએ પીધેલ હાલતમાં તેમના પર હુમલો કરીને તેમનું શર્ટ ફાડી નાખ્યું હતું. જેથી મયુરભાઇએ પોલીસ સ્ટેશન પહોંચીને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી.

(12:05 am IST)