Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ગારીયાધારમાંથી દેશી દારૂની ફોરવહીલમાં હેરાફેરીનો પર્દાફાશ : 400 લિટરના જંગી જથ્થા સાથે સગીર સહીત મહિલા ઝડપાઇ

ગારિયાધાર : લોકલ ક્રાઇમ બ્રાન્ચનાભાવનગર જીલ્લામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂ તથા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની વોચમાં તથા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેનાં પો.કોન્સ શક્તિસિંહ જયવંતસિંહ સરવૈયા તથા પો.કોન્સ દિલીપભાઇ ખાચર નાઓને બાતમી મળેલ કે ગારીયાધાર નવાગામ રોડ પરથી દેશી દારૂ ભરેલ ફોરવીલ મારૂતી સુઝુકી કંપનીની બ્લેનો રજી.નં.ય્ત્ન-૧૮-છછ-૧૮૯૬ પસાર થવાની છે

 આ બાતમીના આધારે પહોંચતાં બાતમી મુજબની ફોરવીલ ગાડી પસાર થતાં તેને રોકી ચેક કરતાં રાધાબેન વિનુભાઇ પરમાર (જા.દે. પુ.) ( રહે. દે.પુ.વાસ. નવાગામ તા.ગારીયાધાર જી.ભાવનગર ) તેમજ એક કાયદાના સંઘર્ષમાં રહેલ બાળ આરોપી તેમજ ફોરવીલ ગાડીમાંથી દેશી દારૂ લીટર ૪૪૦ કિમંત રૂ.૮૮૦૦ તથા ફોરવીલ ગાડી કિમંત રૂ.૫૦,૦૦૦ કુલ ૫૮,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(2:17 pm IST)