Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ખંભાળિયાના કેશોદ સુધી હવે પ્રસર્યો ડેન્ગ્યુઃ ર૦ દર્દી લપેટમાં

ખંભાળિયા તા.૧૮ : ખંભાળિયા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુ તથા તાવનો રોગચાળો ખુબ જ વ્યાપક બનતા તંત્ર દ્વારા પગલા શરૂ કરાયા છે. ત્યારે ખંભાળિયા પોરબંદર રોડ પરના કેશોદ ગામે ગઇકાલે એક જ દિવસમાં ર૦ દર્દીઓ ડેન્ગ્યુના ખંભાળિયા તથા જામનગરની હોસ્પિટલોમાં દાખલ થતા ભારે દોડધામ મચી ગઇ છે.

કેશોદ ગામના રામદેભાઇ નારણ, કેતનભાઇ ડાહુ, વિરાભાઇ વજશી, મોહનભાઇ બ્રાહ્મણ, રામભાઇ કરસનભાઇ, જયદીપ સામતભાઇ, હમીરભાઇ આહિર વિ. ર૦ જેટલા વ્યકિતઓને ખંભાળિયા શહેરની વિવિધ ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવતા આ અંગે આરોગ્ય તંત્ર દોડયુ છે.

ભારે વરસાદને કારણે પાણી ભરાતા હોય તથા ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ વધતા આ રોગચાળો વ્યાપક થયો છે.

જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ દ્વારા આ અંગે ખાસ ટીમ મોકલીે તપાસ અને પગલાની કાર્યવાહી હાથ ધરી છે.

(1:45 pm IST)