Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પોરબંદર પાલિકાના સફાઇ કામદારોના પગાર ભથ્થાની માહિતી માટે આરટીઆઇ

પોરબંદર તા.૧૮ : નગરપાલીકામાં સફાઇ કામ કરતા કાયમી ધોરણે એટલે કે મસ્ટર પરમાં સેટઅપ મુજબ નોંધાયેલ સફાઇ કામદારો, સફાઇ કામ માટે રખાયેલ કામદારો તેમજ નગરપાલીકાના કોન્ટ્રાકટ બેઝ પર અથવા કોન્ટ્રાકટ દ્વારા અપાયેલ કોન્ટ્રાકટમાં રખાયેલ કામદારો સબંધે ગુજરાત માહિતી અધિનિયમ ૨૦૦૫ હેઠળ જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફીસર પાસે આરટીઆઇ એકટીવીસ્ટ હેમેન્દ્રકુમાર એમ.પારેખે ક્રમ અને મુદ્દાવાર માહિતી માંગેલ છે.

પોરબંદર નગરપાલીકા કચેરીમાં કાયમી ધોરણે કેટલા સફાઇ કામદારો કામ કરે છે તેની સંખ્યા તેમના પુરા નામ, સરનામા, પિતાનું નામ તેમજ અટક સાથે સફાઇ કામદારની વિગત તેઓના પગાર ધોરણ મોંઘવારી, પીએફ ફંડ પ્રોવિડન્ટ ફંડઝ સરકારની તરફથી મળતા અન્ય આર્થિક લાભો તેમજ કઇ કઇ રીતે બીજા પગાર સાથે ઉમેરાતા આર્થિક લાભો ભથ્થાઓ વગેરે માહિતી આપવી. આ રકમ સફાઇ કામદારને કઇ રીતે ચુકવવામાં આવે છે તે ક્રમવાર દર્શાવવી તેમા પગાર ચુકવવાની વ્યવસ્થા, ભથ્થાના લાભો સાથે રોકડ, ચેક, ડ્રાફટ કે બેંક ટ્રાન્સફર તેમજ તેમના કેવાયસી ફોર્મ નંબર તથા આધારકાર્ડ સાથે સંપુર્ણ વિગત સફાઇ કામદારના નામ સાથે અથવા વ્યકિતગત એક એક સફાઇ કામદારની આપવાર આરટીઆઇ અરજીમાં માંગણી કરી છે.

(11:58 am IST)