Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

માળીયા મિંયાણાના સરવડ ગામે જુગાર રમતા પ શખ્સો પકડાયા

 મોરબી, તા. ૧૮ :  માળિયા મિંયાણાના સરવડ ગામે જુગાર રમતા પાંચ શખ્સોને માળિયા પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ માળિયા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના સરવડ ગામે જાહેરમાં જુગાર રમતા મનસુખભાઇ ભુરાભાઇ પટેલ, રમેશભાઇ ગોવિંદભાઇ પટેલ, રમેશ મગનભાઇ પટેલ, હરજીભાઇ ખીમજીભાઇ પટેલ અને નીલેશભાઇ અંબાલાલભાઇ પટેલને રોકડ રકમ રૂ. ૧૧૯૬૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધર છે.

(11:37 am IST)