Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બીલખામાં ભાભીને જીવતી સળગાવી મારવાનો પ્રયાસ કરીને દિયરનો બળાત્કાર

નરાધમનો ભોગ બનનાર પરિણિતાની બેન સાથે કરવી'તી સગાઇ

જૂનાગઢ તા. ૧૮ :.. બીલખામાં નરાધમ દિયરે તેની ભાભીની બહેન સાથે પોતાની સગાઇ કરાવવા માટે ભાભીને જીવતી સળગાવી મારવાનો પ્રયાસ કરી અને તેણી ઉપર બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી ગઇ છે.

આ અંગે ભોગ બનનાર પરિણીતાએ રાત્રે ફરીયાદ નોંધાવતા બીલખા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ જધન્ય બનાવની વિગતો એવી છે કે, જૂનાગઢ નજીકના બીલખાના ગૌતમનગરમાં પરિવાર સાથે રહેતી એક પરિણિતા ગત તા. ૧૬-૧૦ નાં રોજ સાંજના પાંચેક વાગ્યે તેના ઘરે એકલી હતી.

ત્યારે પરિણીતાનો દિયરે તેની બહેન સાથે પોતાની સગાઇ કરાવવાનું કહેલ. આથી ભાભી (પરિણીતા) એ બાપુજીને વાત કરવાનું કહેલ.

આ બાબતથી નારાજ દિયરે તેની ભાભીને ઢીકાપાટુનો અને પટ્ટાથી માર મારી અને વધુ ઉશ્કેરાઇ જઇને ભાભી ઉપર કેરોસીન છાંટી લાઇટર વડે આગ ચાપી જીવતી સળગાવી મારવાનો પ્રયાસ કરતા ભાભી ગંભીર રીતે દાઝી ગઇ હતી.

તેમજ એકાદ મહિના પહેલાં દિયરે ફરી સગાઇની વાત ઉખેડીને અને તે બાબતનું મનદુઃખ રાખી 'તારી બેન નહિ તો તું તેમ કહી' ભાભી સાથે શરીર સબંધ બાંધી નરાધમ દિયરે બળાત્કાર ગુજાર્યો હતો.

આ અંગે ભોગ બનનાર પરિણિતાએ ગત રાત્રે તેના દિયર સામે ફરીયાદ કરતાં બીલખા પોલીસે કલમ ૩૦૭, ૩૭૬ અને ૩ર૩ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ બીલખાનાં  પીએસઆઇ આર. આર. ચૌહાણ ચલાવી રહ્યા છે.

દિયરની હેવાનીયતથી બીલખા શહેર અને પંથકમાં ભારે ચકચાર વ્યાપી ગઇ છે.

(10:53 am IST)