Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

જામજોધપુરના સોનવડિયાનાં તળાવ પાસેથી દારૂ ઝડપાયોઃ આરોપીઓ ફરાર

જામજોધપુર, તા. ૧૮ :. તાલુકાના સોનવડિયા ગામે તળાવ પાસેથી જામનગર એલસીબી દ્વારા ૫૩૦ લીટર દેશી દારૂ કિં. ૧૦,૬૦૦નો પકડાયેલ છે.

૧ કાર એસ્ટીમ જીજે ૧૫ ડીડી ૬૧૦૧ કિંમત રૂ. ૫૦,૦૦૦ની પણ કબ્જે કરેલ છે. જ્યારે આરોપી મયુર રબારી તથા કારનો ચાલક અથવા ડ્રાઈવર મળી આવેલ નથી. આમ એલસીબીએ દેશી દારૂમાં દરોડો કરતા સ્થાનિક પોલીસમાં અફડાતફડી સર્જાઈ હતી.

(10:23 am IST)