Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ધોરાજીમાં ખુલ્લા ખાદ્યપદાર્થો વેચનારા અને પ્લાસ્ટિક ઝબલાનું વેચાણ કરતા ૧૬ આસમીઓને નગરપાલિકા તંત્રએ દંડ ફટકાર્યો

ધોરાજી :- હાલ કોરોના મહામારી દરમિયાન ધોરાજી શહેરમાં ખુલ્લામાં ખાદ્ય પદાર્થો અને ઠંડાપીણા રાખતા તેમજ પચાસ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના ઝબલા વેચનાર સામે નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી યાસીનભાઈ કાંગડા અને સ્ટાફ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. 

     જેમાં ખુલ્લા ખાદ્ય પદાર્થો નો નાશ કરાયો હતો. અને બે પ્લાસ્ટિકના ઝબલા અને ચા ના કપ વેંચતા વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક કબ્જે કરી ૩૨૦૦ નો દંડ આપી ધોરાજીમાં કુલ ૧૬ જેટલા આસમીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:17 pm IST)
  • બિહારમાં નિતિશનો પક્ષ ૧૧૫ બેઠક માગે છે : બિહારમાં નિતિશના જનતાદળ (યુ) પક્ષે ૧૧૫ બેઠકો પોતાને મળે તે માટે દબાણ લાવી રહી છે અને ભાજપ તેના કવોટાની ૧૨૮ બેઠકોમાંથી ''એલજેપી'' પક્ષને બેઠકો ફાળવે તેવો આગ્રહ રાખી રહેલ છેઃ બિહાર વિધાનસભાાની મુદત ૨૯ નવેમ્બર પૂરી થઈ રહી છે અને બિહારમાં ઓકટોબર- નવેમ્બરમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહેલ છે access_time 4:06 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • રાજકોટ કલેકટરનો ચાર્જ રાજકોટના ડી.ડી.ઓ. શ્રી રાણાવસીયાને સોંપવામાં આવ્યો છે : રાજકોટ કલેકટર રેમ્યા મોહનને કોરોના પોઝીટીવ આવતા આ વ્યવસ્થા કરવામાં આવી છે : જો કે વગદાર વર્તુળોમાં અલગ ચર્ચા પણ ચાલી રહી છે access_time 1:04 pm IST