સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th September 2020

ધોરાજીમાં ખુલ્લા ખાદ્યપદાર્થો વેચનારા અને પ્લાસ્ટિક ઝબલાનું વેચાણ કરતા ૧૬ આસમીઓને નગરપાલિકા તંત્રએ દંડ ફટકાર્યો

ધોરાજી :- હાલ કોરોના મહામારી દરમિયાન ધોરાજી શહેરમાં ખુલ્લામાં ખાદ્ય પદાર્થો અને ઠંડાપીણા રાખતા તેમજ પચાસ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના ઝબલા વેચનાર સામે નગરપાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી યાસીનભાઈ કાંગડા અને સ્ટાફ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. 

     જેમાં ખુલ્લા ખાદ્ય પદાર્થો નો નાશ કરાયો હતો. અને બે પ્લાસ્ટિકના ઝબલા અને ચા ના કપ વેંચતા વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક કબ્જે કરી ૩૨૦૦ નો દંડ આપી ધોરાજીમાં કુલ ૧૬ જેટલા આસમીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:17 pm IST)