Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ભાવનગરમાં ખુલી જગ્યામાં જૂની દવાનો જથ્થો ફેંકનાર એમ,આર,પાસેથી 5 હજારનો દંડ વસુલ્યો

દવાના જથ્થા સાથે વિઝિટિંગ કાર્ડ પણ મળ્યું હતું

 

ભાવનગર દેવરાજનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુની દવાનો જથ્થો ફેંકી દિધેલી હાલતમાં મળી આવતાં મહાપાલિકા તંત્ર દ્વારા તપાસ હાથ ધરી દવાનો જથ્થો ફેંકી દેનાર એમ.આર. પાસેથી દંડ વસુલ કરાયો હતો.

   દેવરાજનગર વિસ્તારમાં આવેલ રઘુકુળ શાળા નજીકની ખુલ્લી જગ્યામાં કોઇ શખ્સ જુની અને બીન ઉપયોગી દવાનો જથ્થો ફેંકી જતાં સ્થાનિક લોકો દ્વારા મહાપાલિકા તંત્રને જાણ કરતા મનપાના સોલિડ વેસ્ટ  મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા દવાના જથ્થાની સાથો સાથે હાર્દિકભાઇ  નામના એમ.આર.નું વિઝીટીંગ કાર્ડ મળી આવ્યું હતું.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાર્દિકભાઇનો સંપર્ક કરીને જાહેરમાં દવાનો જથ્થો ફેંકવા બદલ રૂા.પાંચ હજાર દંડ વસુલ કર્યો હતો.

બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે તંત્ર દ્વારા નિયમ અને વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં જાહેરમાં નિકાલ કરવા બદલ તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવ્યો હતો.

(12:39 am IST)
  • હરીશ સાલ્વેએ કહ્યું :કુલભૂષણ જાધવની નિષ્પક્ષ સુનાવણી નહીં થાય તો ફરી કોર્ટના દ્વાર ખટખટાવશું ; અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જાધવને ભારતીય જાસૂસ સાબિત કરવા વકીલો પર 20 કરોડનો કર્યો ખર્ચ : આઇસીંજેએ પાકિસ્તાનને જાધવને ફાંસી નહીં આપવાનો આદેશ આપતા તેને સૈન્ય અદાલત દ્વારા સંભળાવેલ મોતની સજા પર પુનવિચાર કરવા કહ્યું છે access_time 12:27 am IST

  • હવે ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી પુરાવા માટે શિક્ષણ વિભાગનો આદેશ : શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરાવાની પ્રક્રિયા સફળ થયા બાદ યુજી અને પીજીની 350થી વધુ ગ્રાન્ટેડ કોલેજોમાં પણ ઓનલાઈન હાજરી પુરાવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો :તમામ ગ્રાન્ટેડ કોલેજોને 1 ઓગસ્ટથી ફરજીયાત રીતે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પુરાવાની રહેશે access_time 1:16 am IST

  • નીતિ આયોગની બેઠક શરૃઃ દિલ્હીમાં વિજયભાઈ હાજર : કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી નરેન્દ્ર તોમરના અધ્યક્ષસ્થાને બેઠક : દેશભરના મુખ્યમંત્રીઓ હાજર access_time 3:20 pm IST