સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th July 2019

ભાવનગરમાં ખુલી જગ્યામાં જૂની દવાનો જથ્થો ફેંકનાર એમ,આર,પાસેથી 5 હજારનો દંડ વસુલ્યો

દવાના જથ્થા સાથે વિઝિટિંગ કાર્ડ પણ મળ્યું હતું

 

ભાવનગર દેવરાજનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુની દવાનો જથ્થો ફેંકી દિધેલી હાલતમાં મળી આવતાં મહાપાલિકા તંત્ર દ્વારા તપાસ હાથ ધરી દવાનો જથ્થો ફેંકી દેનાર એમ.આર. પાસેથી દંડ વસુલ કરાયો હતો.

   દેવરાજનગર વિસ્તારમાં આવેલ રઘુકુળ શાળા નજીકની ખુલ્લી જગ્યામાં કોઇ શખ્સ જુની અને બીન ઉપયોગી દવાનો જથ્થો ફેંકી જતાં સ્થાનિક લોકો દ્વારા મહાપાલિકા તંત્રને જાણ કરતા મનપાના સોલિડ વેસ્ટ  મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા દવાના જથ્થાની સાથો સાથે હાર્દિકભાઇ  નામના એમ.આર.નું વિઝીટીંગ કાર્ડ મળી આવ્યું હતું.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાર્દિકભાઇનો સંપર્ક કરીને જાહેરમાં દવાનો જથ્થો ફેંકવા બદલ રૂા.પાંચ હજાર દંડ વસુલ કર્યો હતો.

બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે તંત્ર દ્વારા નિયમ અને વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં જાહેરમાં નિકાલ કરવા બદલ તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવ્યો હતો.

(12:39 am IST)