Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મોરબીમાં ડોકટરો પરના હુમલાના વિરોધમાં ઇન્ડિયન મેડીકલ એસોના ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો: ઓફીસ બેરર્સ દ્વારા પ્લેકાર્ડ અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરાયું: આવેદન પાઠવ્યું

મોરબી :  આજે ઇન્ડિયન મેડીકલ એસો દિલ્હી હેડક્વાર્ટરના માર્ગદર્શન મુજબ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ મુજબ મોરબી આઈએમએ દ્વારા ડોકટરો પર થતા હુમલાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

ડોકટરો તેમજ આરોગ્ય કર્મીઓ પરના હુમલાના વિરોધમાં SAVE THE SAVIOUR કાર્યક્રમ અંતર્ગત મોરબીના ૧૫૦ થી વધુ ડોક્ટરોએ શાંતિપૂર્ણ વિરોધ દર્શાવવા કાળી રીબીન ધારણ કરીને દર્દીની સારવાર કરી હતી આઈએમએ હોલ મોરબી ખાતે ઓફીસ બેરર્સ દ્વારા પ્લેકાર્ડ અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
તે ઉપરાંત ઇન્ડિયન મેડીકલ એસો મોરબી બ્રાંચ દ્વારા જીલ્લા કલેકટર મારફત દેશના વડાપ્રધાનને આવેદન પાઠવ્યું છે જેમાં આરોગ્યકર્મીની સલામતી સુનિશ્ચિત કરવા ભલામણ કરવામાં આવી હતી અને ડોકટરો પરના હુમલાઓ રોકવા સખ્ત કાયદો બનાવી અમલીકરણ કરવા માંગ કરી હતી

(9:26 pm IST)