Gujarati News

Gujarati News

રથયાત્રાની મંજૂરી, ગાંધીનગર માટે હા કહેતો હાથ, ના કહે તો નાક કપાય તેવી હાલત: રાત્રિ કરફયુ, દુકાન બંધ કરવાની સમય મર્યાદા જ નહિ, લગ્ન અને મરણની નિયત સંખ્યાના નિયંત્રણો હટાવવા પડેઃ સંભવિત ત્રીજી લહેરની લાલબત્તી ધ્યાને રાખી સળગતું પકડવા તંત્ર ભડકી રહ્યુ છે : ભકતોની લાગણી અવગણવા સરકાર માગતી નથી પરંતુ સાઈઝ ઘટાડી મંજૂરી આપવામાં આવે ત્યારે લોકો દર્શનનો પ્રત્યક્ષ લહાવો લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે, વાત અહીથી અટકતી નથી, બેકાબૂ ભીડને નિયંત્રિત કરવા પોલીસ બળ પ્રયોગ કરે તો વિપક્ષોને નવો મુદ્દો મલી જાય : ગણપતિ ઉત્સવ,શ્રાવણી મેળા અને મોહરમ સહિતના તહેવારોની મંજૂરી સ્વાભાવિક માગવામાં આવે ત્યારે શું જવાબ આપવો? મુંજવણનો રસ્તો મળતો નથી.. access_time 1:04 pm IST