Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેકશનોમાં કરોડોનો ગોટાળો ?

ઉચ્ચકક્ષાની ટીમ દ્વારા ચાલી રહેલ ચેકિંગઃ તટસ્થ તપાસ થાય તેવી માંગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૮ : સરકારી હોસ્પિટલના કોવિડ વિભાગમાં દવાના જથ્થા અને હિસાબી ગરબડની અંગે ફરિયાદો બાદ ઉચ્ચકક્ષાએથી ચેકિંગ ટુકડી આવીને ત્રણ દિવસથી ચેકિંગ કરી રહેલ છે તે દરમિયાન  સરકારી હોસ્પિટલ કોવિડ વિભાગમાં રેમડેસિવીર ઇન્જેકશનોમાં કરોડોનો ગોટાળો ચર્ચીત બન્યો છે. આ બાબતે તટસ્થ તપાસ થાય તેવી માંગણી ઉઠી છે.

સરકારી હોસ્પિટલ કોવિડ વિભાગમાં કોરોના મહામારી દરમિયાન કોરોના દર્દીઓને આપવાના ઇન્જેકશનો ખુદ દર્દીઓને આપવાને બદલે બારોબાર ખાનગી હોસ્પિટલમાં અપાય જતાનું અને એક ઇન્જેકશનના ૮ થી ૧ર હજાર લેવાયાની ચર્ચા ઉઠી છે.

કોરોનાના દર્દીઓનું સારવારમાં મૃત્યુ થયેલ હોય તે દર્દીઓના નામે પણ ઇન્જેકશનના બારોબાર કાળાબજાર થયાની પણ ચર્ચા અગાઉ ઉઠી હતી. તપાસનીસ ટુકડી દ્વારા પુરતી તપાસ થાય તેવી માંગણી ઉઠી છે.

(1:02 pm IST)