Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

માળીયા મિયાણા પાસે અકસ્માતમાં ઘવાયેલા મોટા દહીસરાના દશરથસિંહ જાડેજાનું મોત

મોરબી નજીક કારખાનામાં અકસ્માતે મજુર છોટુ કુશવાહાનું મોત

મોરબી તા ૧૮ : માળીયા (મીયાણા)તાલુકાના મોટા દહીસરા ગામે છોટા હાથીના ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા ચાલક ગરાસીયા યુવાનનું મોત નિપજયું હતુ, જયારે પાછળ બેઠેલ યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો છે.

જાણવા મળતી વિગત મુજબ મોટાદહીસરા ગામે રહેતા ફરીયાદી સુખદેવસિંહ ઓઘુભા જાડેજાનો પુત્ર દશરથસિંહ ગત તા.૧૬ના પોતાનું બાઇક નં. જીજે-૩૬-૯૨૬૫ લઇ મોટા દહીસરા-પીપળાીયા ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા છોટાહાથી નં. જીજે-૩ એએકસ-૧૮૪૪ નાચાલકે સામેથી તેના બાઇક સાથે છોટાહાથી અથડાવી અકસ્માત સજર્યો હતો,જેમાં  બાઇક ચાલક દશરથસિંહ નામના યુવાનને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજયું હતું. જયારે બાઇક પાછળ બેઠેલા સાહેદને  ઇજાઓ થતાં તેને સારવારમાં ખસેડાયો હતો.

બીજા બનાવમાં મોરબીના લખધીરપુર રોડ પરઆવેલ 'એસા મિનરલ' નામના કારખાનામાં કામ કરતો મજુર છોટુ કાશીરામ  કુશવાહ (ઉ.વ. ૨૪) ગઇકાલે કારખાનામા કામ કરી રહયો હતો ત્યારે કન્વેનર બેલ્ટમાં આવી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાંજ તેનું મોત નિપજયું હતું.

(11:43 am IST)
  • હવામાન વિભાગમાં માત્ર ૯ મીમી વરસાદ નોંધાયો : રાજકોટ : શહેરમાં આજે સવારથી હળવા-ભારે ઝાપટા પડી રહ્યા છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓમાં શહેરમાં વિવિધ સ્થળોએ અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે રાજકોટ સ્થિત હવામાન ખાતામાં માત્ર ૯ મી.મી. વરસાદ નોંધાયો છે. બપોરે ૩ વાગ્યે ૯૨% ભેજ સાથે ૧૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. વરસાદી માહોલના પગલે મહત્તમ તાપમાન ગગડ્યુ છે. ૨૭ ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયુ છે. access_time 8:49 am IST

  • ડોકટરોની સલામતી અંગે સુપ્રિમકોર્ટમાં સુનાવણી : સરકારી હોસ્પિટલોમાં ડોકટરોની સલામતી અંગે સુપ્રિમકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ રહી છે. access_time 1:04 pm IST

  • સંસદમાં કોંગી નેતાપદે ચૌધરી : લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અધીર રંજન ચૌધરીનું નામ કોંગ્રેસે જાહેર કર્યુ access_time 4:03 pm IST