Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ર૩ કલાકમાં માઉન્‍ટ એવરેસ્‍ટ તથા લોહોત્‍સે પર્વત સર કરનાર ડો.ચેતરીયા ખંભાળિયામાં

ખંભાળિયા તા.૧૮ : સાકેત હોસ્‍પિટલના ડોકટર સોમાન ચેતરીયા તાજેતરમાં વિશ્વના સૌથી ઉંચા માઉન્‍ટ એવરેસ્‍ટ પર ચડીને તથા માત્ર ર૩ કલાકમાં લાહોત્‍સે તથા એવરેસ્‍ટ ચડવાનો વિક્રમ સર્જીને તથા એવરેસ્‍ટ બેઝ પર ગયા વગર  સીધા એવરેસ્‍ટ ચડવાનો વિક્રમ સર્જનાર દુનિયાના પ્રથમ તથા સૌરાષ્‍ટ્રના પ્રથમ એવરેસ્‍ટ આરોહક ડો. સોમાન ચેતરીયા આવતીકાલે તેમની કર્મભુમી ખંભાળિયા આવતા તેમનું સ્‍વાગત સાથે સ્‍વાગત ટેલી અભિવાદન કાર્યક્રમ યોજાયો  છે.

તા.૧૯-પ-રરને ગુરૂવારના સવારે રેલવે સ્‍ટેશન પાસે ડો. ચેતરીયાનું આગમન થશે. જેમનું ભવ્‍ય સ્‍વાગત કરીને ખુલ્લી જીપમાં સોનલ માતાના મંદિરે અભિવાદન અને સ્‍વાગત સાથે લઇ જવાશે જયાં ભવ્‍ય સ્‍વાગત કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં જોડાવા નગરજનોને નિમંત્રણ અપાયુ છે.

(4:32 pm IST)