Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પુરાણી સ્વામીના સાનિધ્યમાં દ્રોણેશ્વર ગુરુકુલને આંગણે હનુમાનજી જન્મ જયંતિ મહોત્સવ અંતર્ગત મારુતિ યાગ – અન્નકૂટ દર્શન – અભિષેક – સત્સંગ સભા – મહા આરતી

ઉના.તા.૧૮ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને કોઠારી શ્રી નરનારાયણદાસજી સ્વામીની આગેવાની નીચે તેમજ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના સાનિધ્યમાં મચ્છુન્દ્રી નદીના તીરે, પ્રકૃતિના ગોદમાં, દ્રોણેશ્વર મહાદેવ મંદિરની પરિસરમાં આવેલ શ્રી મારૂતિ ધામમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના જન્મોત્સવ અંતર્ગત મારૂતિ યજ્ઞ, અન્નકૂટ દર્શન, સત્સંગ સભા, મહાભિષેક અને મહાઆરતીનું ભવ્ય આયોજન પ્રસંગે છારોડી ગુરુકુલથી સતત યજ્ઞ પરાયણ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી પધારતા ગુરુકુલના પરિસરમાં સંસ્થાના કોઠારીશ્રી નરનારાયણદાસજી સ્વામી, પુરાણી ધર્મપ્રસાદદાસજી સ્વામી, શ્રીહરિપ્રિયદાસજી સ્વામી, પૂજારી હરિદર્શનદાસજી સ્વામી, શાળાના આચાર્યશ્રી મહેશભાઇ જોષી, વિદ્યાર્થીઓ અને ફાટસર-ઇંટવાયા વગેરે ગામોના હરિભક્તોએ સ્વામીજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

       સ્વાગત બાદ પુરાણી સ્વામીએ જણાવ્યું હતું કે, આવતી કાલે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ આપણે ધામધૂમથી ઉજવવાનો છે, કારણ હનુમાનજી મહારાજ ભગવાનના માર્ગે ચાલનારા મુમુક્ષુઓ માટે ઉત્તમ પથદર્શક બની સદગુરુની ભૂમિકા ભજવે છે. ભારતવર્ષમાં હનુમાનજી મહારાજનું જીવનચરિત્ર સમગ્ર ભારતવર્ષમાં આદર્શ અને અનુકરણીય રહ્યું છે.

        આજે નવી પેઢી માટે તો હનુમાનજી મહારાજ જબરજસ્ત પ્રેરણાસ્રોત છે. જીવનને સાચા અર્થમાં સફળ કરવા માટે ભક્તિ, શક્તિ અને સમજણ હનુમાનજી મહારાજ પૂરું પાડે છે.

 

(3:55 pm IST)