Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ખંભાળીયાના પીએસઆઇની કારને કુવાડવા પાસે ટ્રકે ઠોકરે લીધીઃ બે લાખનું નુકસાન

સુરેન્દ્રનગર વડાપ્રધાનનો બંદોબસ્ત પુરો કરી પરત આવતી વખતે બનાવઃ અકસ્માત સર્જી જીજે૧૮એટી-૯૯૨૭ નંબરના ટ્રક સાથે ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૧૮: કુવાડવા નજીક રાત્રીના દેવભુમિ દ્વારકાના ખંભાળીયા પોલીસ મથકના પીએસઆઇ અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ ઝાલાની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં તેમની કારને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી અને ભાગી ગયો હતો. અકસ્માતથી કારમાં બે લાખનું નુકસાન થયું છે.બનાવ અંગે પીએસઆઇ એ.આર. ઝાલાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ટ્રક નં. જીજે૧૮એટી-૯૯૨૭ના ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી છે. પીઅસઆઇ ઝાલા પોતાની ક્રેટા કાર જીજે૧૦ડીએ-૫૫૫૩માં જતાં હતાં ત્યારે કુવાડવા ગામ પાસે પાછળથી ટ્રક અથડાયો હતો અને બાદમાં ચાલક ટ્રક સાથે ભાગી ગયો હતો.  અકસ્માતથી કારમાં બે લાખ રૂપિયાનું નુકસાન થયાનું ફરિયાદમાં જણાવાયું છે. 

પીએસઆઇ ઝાલા સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાનશ્રીના બંદોબસ્તમાં ગયા હતાં. ત્યાંથી પરત ખંભાળીયા આવી રહ્યા હતાં ત્યારે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જી ભાગેલા ટ્રકમાં ગેસના બાટલા ભરેલા હતાં.

પાછળથી ટ્રકની ટક્કર લાગતાં પીએસઆઇની કાર આગળ રોડ સાઇડમાં ઉભેલી કાર પાછળ અથડાઇ હતી. તેમની સાથે સંબંધી મહેન્દ્રસિંહ પણ હતાં. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નથી. હેડકોન્સ. હમીરભાઇ સબાડે ભાગી ગયેલા ટ્રક ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)