Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને ગેસમાં ૨૦ ટકા કાપ મૂકાયો

મોરબી, તા.૧૮:ગુજરાત ગેસ કંપની દ્વારા તમામ સિરામિક એકમોને પાઇપલાઇન મારફતે અપાતા નેચરલ ગેસના પુરવઠામાં ૨૦ ટકા કાપ મુકવા  જાહેરાત કરી છે ગેસ કંપની દ્વારા તમામ યુનિટોને લેખિત જાણ કરી DCQ તથાMDCQમાં દ્યટાડો કરવા જણાવ્યું છે. જેમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એપ્રિલ ૨૦૧૯ તથા મે૨૦૧૯થી સમયગાળા દરમ્યાન MGO DCQથી ઓછો વપરાશ કરનાર ગ્રાહકોને કોઈપણ જાતનોMGOથીચાર્જ લગાડવામાં આવશે નહીં તેમ જણાવાયું છે.વધુમાં ઔધોગિક એકમો કે જેમના વાલ્વ ખુલ્લા છે અને નિયમિત ગેસ  વપરાશ કરે છે તેમના છેલ્લા એક મહિનાની (૧૬ માર્ચથી૧૫ એપ્રિલ૨૦૧૯)સરેરાશ વપરાશને ધ્યાનમાં રાખતા૨૦%નો કાપ ગેસ  વપરાશમાં મૂકવામાં આવશે. પરિસ્થિતિમાં સુધારો થયે આ૨૦%માં ક્રમશઃ ઘટાડો કરવામાં આવશે તેમ જણાવી તારીખ૧૮એપ્રિલ૨૦૧૯થી અમલમાં આવે તે રીતે અને બીજી સૂચનાના મળે ત્યાં સુધી આપના એકમની DCQતથાMDCQ, SCMDરહેશે. (૨૦ઙ્ગટકા કાપ સાથે). આ નિર્ણય મોરબી વિસ્તારના તમામ ગ્રાહકોને ગેસનો પુરવઠો મળી રહે તે ધ્યાનમાં રાખતા કરવામાં આવેલ હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.જે કંપની એકથી વધારે એકમો ધરાવે છે. તેવા એકમો તેમના ગેસ  વપરાશ માટે આંતરિક ગોઠવણ કરી શકે છે આવી કંપનીઆને આના માટે તાત્કાલિક ગુજરાત ગેસને લેખિતમાં જાણ કરવાની રહેશે. જો કોઈપણ એકમો DCQતથાMDCQકરતાં વધારે માત્રામાં ગેસ વપરાશ દૈનિક ધોરણે કરતાં જણાશે તો કોઈપણ જાતની આગોતરી નોટિસ વગર તેમનો ગેસ  પુરવઠો બંધ કરવામાં આવશે જેની જવાબદારી જે તે ઔધોગિક એકમોની રહેશે તેવું સ્પષ્ટ પણે જણાવી ગુજરાત ગેસ લિમિટેડ તેની ક્ષમતા વધારવા માટે તમામ પ્રયત્નો કરી રહેલ છે અને આ કાર્યવાહી તદ્દન હંગામી ધોરણે હોવાનું જણાવ્યું છે.આ મામલે ગુજરાત ગેસ કંપનીએ વધુમાં જણાવ્યું છે કે મોરબી વિસ્તારના સીરામીક એકમોને ભૂતકાળમાં પણ સતત અને અવિરત ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે અને હાલમાં પણ તેના ગ્રાહકોને સતત ગેસ પુરવઠો પૂરો પાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે ગેસ વિતરણ વ્યવસ્થા પૂર્વવત અને મજબૂત કરવા આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે હાલના સંજોગોમાં કોલગેસ પ્લાન્ટ બંધ થતાં કુદરતી ગેસની માંગમા જબરો ઉછાળો આવતા આ પરીસ્થિતિ સર્જાઈ છે જો કે બીજી તરફ ગેસ સપ્લાય ખોરવાતા સિરામિક ઉદ્યોગને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે મોરબીના ઉદ્યોગકારો દ્વારા વહેલામાં વહેલી તકે ગેસ સપ્લાય પૂર્વવત બનાવવામાં આવે તેવું સિરામિક ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે.

વિકટ્રીફાઈડ એસોશીએશના પ્રમુખ મુકેશભાઈ પટેલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકો પાસે કનેશન તમેન ગેસ આપવામાં આવશે. જેમાં બધાની સહમતી છે. કેન્દ્રનું રૂલ છે કે આવું કંઈ બને તો બધાને સમાન હકથી આપવાનું એટલે કે બધાને સરખું લાગુ પડે એટલે કોઈને અન્યાય ન થવો જોઈએ. જેને નવા કનેકશન જ મૂકવાના છે એટલે કેજેને નવું મીટર જ મુકવાનું છે અત્યારે નહીં આપવામાં આવે. જે નિયમમાં આવે છે પણ જેને મીટર છે, પાઇપલાઇન છે, ગુજરાત ગેસ સ્પાલ્ય કરશે.

(3:40 pm IST)