Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ખંભાળિયા : પત્નીને પિયરીયે તેડવા ગયેલા યુવાનને માર માર્યો

ખંભાળીયા, તા. ૧૮ :  ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા દેવદાસ માણસુરભાઇ સંઘીયા (ઉ.વ.૪૮) નો યુવાન ખજુરીયા ગામે પિયરે ગયેલી પત્નીને તેડવા જતા કોઇ બોલાચાલી થતા થારીયાભાઇ લખુભાઇ ભાનએ ફરીયાદી યુવાનને લાકડાના ધોકા વડે માર મારી બંને હાથમાં ફેકચર જેવી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ખંભાળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ક્રિકેટ મેચ પર મોબાઇલમાં સટ્ટો રમતો યુવક ઝડપાયો

ખંભાળિયા ઝવેરી બજારમાં હરસિધ્ધી મંદિર પાસે જાહેરમાં આઇપીએલ ક્રિકેટની સનરાઇઝ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપરકિંગ  વચ્ચેની મેચમાં રન-વિકટના પરિણામો પર મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો  રમી પૈસાની હારજીત કરતો ચિરાગ ઉર્ફે કાનો સુભાષભાઇ ભટ્ટ (ઉ.વ.રપ) રહે. બાલમુકંદ ડેરી પાસે દેરા ફળી ખંભાીળયાને રોકડ રૂ. ૪૩૩૦ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૯૩૩૦ ના મુદ્દામાલ સાથે એલસીબી સ્ટાફ ઝડપી પાડયો હતો. ઝડપાયેલો શખ્સ મો. નં. ૮૧ર૮૪૪પ૦૩૧ પર રાજકોટના વ્યકિત પાસે કપાત કરાવતો હોવાનું ખુલતા પોલીસે ઉપરોકત મોબાઇલ નં. ના શખ્સને ફરાર જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (૯.૭)

(3:39 pm IST)