Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

તાપમાન ઘટતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં સામાન્ય રાહત

રાજકોટ તા. ૧૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર તાપમાન ઘટતા ગરમીમાં સામાન્ય રાહત અનુભવાય રહી છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢમાં તાપમાન ઘટતા લોકોમાં રાહત રહી છે જો કે ફરી તાપમાન વધવાની શકયત ાછે.

આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૩ ડિગ્રી રહ્યું હતું પરંતુ વાતાવરણમાં ભેજનુ પ્રમાણ વધીને ૮૩ ટકા થઇ જતા ઠંડક રહી હતી પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૮ કિ.મી.ની રહી હતી.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં આજે દિવસભર ૩૦ કિ.મી.ની ઝડપે તેજ પવન ફુંકાયો હતો તાપમાન ગગડતા ગરમીમાં રાહત અનુભાવઇ હતી.

ભાવનગરમાં દિવસભર ભારે પવન ફુંકાયો હતો જો કે વાતાવરણ ચોખ્ખુ રહ્યું હતું પરંતુ તાપમાનનો પારો ગગડતા ગરમી ગાયબ થઇ ગઇ હતી. આજે ભાવનગરનું મહત્મ તાપમાન ૩૩.૮ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૦.૪ ડીગ્રી નોંધાયું હતું જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૮ ટકા અને પવનની ઝડપ ૩૦ કી.મી. પ્રતિકલાકની રહી હતી દિવસભર ધુળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા.

(12:29 pm IST)