Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પોરબંદર પાસે મકરધ્વજ મહેલના અવશેષો : પુરાતત્વ સંશોધનની જરૂર

પોરબંદરની પ્રાચીન રાજધાની શ્રીનગરમાં પિતા-પુત્ર હનુમાનજી અને મકરધ્વજની અને મૂર્તિઃ છાંયા પાસે માતા અંજલિનું અલગ મંદિર : જિલ્લામાં અનેક પૌરાણિક હનુમાન મંદિરો

પોરબંદર, તા. ૧૮ : પોરબંદરની રાજધાની શ્રીનગરમાં પિતા-પુત્ર હનુમાનજી અને મકરધ્વજની મૂર્તિઓ છે. આવી જ મૂર્તિઓ ઓખા બેટમાં હનુમાન દાંડી મંદિરે છે.  પોરબંદરપાસે મકરધ્વજ મહેલના છુટાછવાયા અવશેષો જણાય છે. પુરાતત્વ સંશોધનની જરૂર છે.

વિક્રમ સવંત ર૦૭પના ચૈત્ર સુદ ૧પ શુક્રવાર તા. ૧૯ના રોજ શ્રી રામભકત હનુમાનજીની જન્મ જયંતિ સમગ્ર ભારતવર્ષમાં ઉત્સાહભેર ઉજવાય છે. રામનવમી બાદ બરોબર સાતમા દિવસે હનુમાનજી જયંતિ આવે છે.

શાસ્ત્ર સિદ્ધ એ હકીકત છે કે પોરબંદર એ પ્રાચીનકાળનું સમૃદ્ધ બંદર અરબી સમુદ્ર કિનારા પર વસેલ શહેર છે. રામાયણ કાળથી અસ્તિત્વ મળી રહી છે. પ્રાચીનકાળમાં અસ્મીત નગર તરીકે જાણીતું છે. શ્રીમદ્ ભાગવદમાં પોરબંદરનો ઉલ્લેખ સુદામાનગરી તરીકે મળે છે. અસ્માવતી નદી અને અરબી સમુદ્ર કિનારે વસેલ દર્શાવેલ છે. શ્રી કૃષ્ણ યુગ સાથે અસ્તિત્વ ધરાવે છે. જયારે રામાયણ કાળનો સમય પણ દર્શાવે છે. શ્રીરામના વનવાસ સમય દરમ્યાન શ્રીલંકાવી પતિ રાવણ માતા સીતાનું અપહરણ કરી ગયેલ મર્યાદા પુરૂષોત્તમશ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરી રાક્ષસ રાવણનો સંહાર કરેલ. શ્રીરામને મદદ કરનાર સર્વે જીવોને યથા યોગ્ય સન્માન કરેલ.

મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ સેનામાં જાંબુવન નામે યોદ્ધાએ સહાયતા કરેલ. તેમના શરીરમાં રૃંવાટી પુષ્કાળ હતી તેના કારણે રીંછમાં ગણના થતી. તેમણે શ્રીરામ પાસે મલ્લ યુદ્ધ કરવા અને તેમને હરાવી ઉદ્ધાર કરવા વિનંતી કરેલ, ત્યારે શ્રીરામે શ્રીકૃષ્ણ અવતારમાં તેમની સાથે યુદ્ધ કરશે. તેમની પુત્રી સાથે લગ્ન કરશે. યુદ્ધ કરી હરાવી હરાવશે. ઉદ્ધાર કરશે તેવી કથા પુરાણમાં તેમજ શ્રીમદ્ ભાગવદમાં મળે છે.

બીજો એક પ્રસંગ શ્રી લંકાયુ યુદ્ધમાં શ્રી લક્ષ્મણજી રાવણ પુત્ર સાથે યુદ્ધ કરે છે. રવાણ પુત્રના બાણથી લક્ષ્મણજી મુચ્છીત બને છે. તેમની મુચ્છા વાળવા દેવાના વૈદ ધન્વંતરી સંજીવનીના પાન લાવવા જણાવે છે, પરંતુ મુશ્કેલ હતું, સમુદ્ર પસાર કરવાનો હતો તે સમયે શ્રીરામે હનુમાનજી તરફ દૃષ્ટિ કરી અને પવનપુત્ર હનુમાનને રામ આજ્ઞા મળી સંજીવની જડીબુટ્ટી લેવા આકાશ ઉડયન કરતા તેમના શરીરના ટીપા સમુદ્ર પર કરતા ઓખા અરબી સમુદ્ર પરથી પસાર થતાં શેખોદ્વારા બેટ પાસે મગરી સમુદ્રમાંથી બહાર મોઢુ ખોલી બેઠેલ અને તેમના મુખમાં આ ટીપા ઝીલાતા શ્રી હનુમાનજીના માનસ પુત્ર મકરધ્વજ મોરધ્વજનો જન્મ થયો. મકરધ્વજે શ્રીરામ આજ્ઞાથી પોરબંદર પાસે અરબી સમુદ્ર કિનારા નજીક શ્રીનગર શહેર વસાવ્યું જયારે મોરધ્વજે હાલ મોરબી શહેર વસાવ્યું. બંન્ને શહેરની સંસ્કૃતિ લગભગ મળતી આવે છે. મકરધ્વજનો વંશ જેઠવા કહેવાણો જયારે મોરધ્વજ વંશ મિયાણા હાલ પ્રખ્યાત છે તેની વિસ્તૃત જાણકારી મિયાણા કેવી રીતે કહેવાણો તેની વિગત હાલ અહિં સીમીત રાખ આગળ વધ્યો.

મકરધ્વજ શ્રીરામ ભકત વચનબદ્ધ હોવાનું ઇતિહાસ વર્ણન છે. શ્રીરામે તેમની રામભકિતની પરીક્ષા કરી બ્રાહ્મણસ્વરૂપે આવી દાન માંંગ્યુ કારણ કે દાનવીર તેમનો ઉલ્લેખ હતો અને દાનમાં પણ બ્રાહ્મણ સ્વરૂપે શ્રીરામે અર્ધુ અંગ માંગ્યું. દાનનો સંકલ્પ કરી પોતાના મસ્તક પોતાના મસ્તકથી લઇ પગ સુધી શરીરના બે ભાગ કરાવ્યા તે સમયે ડાબુઅંગ રડવા લાગ્યું ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે રૂદન કરે છે ત્યારે ડાબુ અંગ કહે છે. મારા અંગની કિંમત રહી નથી. જમણા અંગનો બ્રહ્મદેવ-ભગવાન સ્વરૂપ સ્વીકારી ઉદ્ધાર કરશે. તેના કારણે હું રૂદન કરૃં છું. વાસ્તવમાં વિગત ઘણી લાંબી છે. બ્રહ્મસ્વરૂપ ભગવાન પ્રગટયા વરદાન માંગવા કહેલ. સાથે સમૃદ્ધિ આવી શહેર વસાવવા આજ્ઞા કરી શ્રીનગર શહેર સવાવ્યું. સમુદ્ર ત્યાં સુધી હતો અને મકરધ્વજનો વંશ જેઠવા રાજપૂત -જેઠવા વંશથી ઓળખાય છે જે પોરબંદરના રાજવી જેઠવા વંશથી ઓળખ ધરાવે છે.

જેઠવા વંશ હનુમાનજી માનસ વંશ છે. તેની એક ઓળખ એવી છે કેકમ્મરના પાછડના ભાગે પૂંછ પર પુચ્છનો (પૂછડી) હોય-ગાઠો હોય છે પુચ્છ લાંબી હાલ અત્યાર સુધી પૂચ્છ ધરાવતી જેઠવા વંશ વ્યકિત જોવા મળતી પોરબંદર કોર્ટ કામે આવતી હાલ જોવા મળતી નથી.

પોરબંદરના રાજવીના ઇષ્ટિદેવ હનુમાનજી મુળ પુરૂષ છે. રાજચિન્હ પોરબંદર રાજય ધ્વજ પર ઉડતા હનુમાન બિરાજમાન રહે છે. પોરબંદરના રાજવીના બંગલે ફરકતા તેમજ વાહનો પર ઉડતા હનુમાનજીનો રાષ્ટ્રધ્વજ ફરતો જ રહે છે જયારે નીકળે ત્યારે મહેલમાં હોય ત્યારે બંગલા પર ફરકતો રહે છે.

પોરબંદરમાં હનુમાન મંદિર ઠેર ઠેર જોવા મળશે. જે ભનગરદેવતા છે પોરબંદરની મૂળ રાજધાની શ્રીનગરમાં પણ પ્રાચીન પૌરાણિક મૂર્તિ શ્રીરામ ભકત હનુમાન સાથે મકરધ્વજની સાથે છે. મકરધ્વજ મહેલના અવશેષો છૂટા છવાયા મળે છે, તેનું પુરાત્વ ખાતા દ્વારા સંશોધન થવું જરૂરી છે. આજ દિન સુધી ધ્યાન અપાયેલ નથી. જે રીતે શંખોદ્વાર બેટમાં પિતા-પુત્ર હનુમાજીમ્કરધ્વજ સાથે છે દર બાર વરસે હનુમાનજી પાતાળ તરફ નીચે પ્રયાણ કરે છે તેવી મૂર્તિ પિતા પુત્ર શ્રીનગરમાં છે.

જયારે પ્રાચીન પૌરાણિક હનુમાન મંદિર જાણકારી આપતા પહેલા એક વાત પ્રત્યે ધ્યાન દોરૂ છું કે સમગ્ર ભારતમાં હનુમંત માતા અંજલી માતાનું મંદિર એક માત્ર ગુજરાતમાં આવેલ. સૌરાષ્ટ્ર પ્રાંતના પોરબંદર જીલ્લા અને તાલુકામાં પોરબંદરનું પરૂ ગણાતા જુની જેઠવા વંશની રાજધાની છાયાની ભાગોળે ચાડેશ્વર મહાદેવ મંદિર મંદિરની બાજુમાં આવેલ છે. માતા અંજલીનું અલગ મંદિર છે. જીર્ણોદ્વાર સાથે વિશેષ સંશોધન માંગે માતા અંજલીને પોરબંદર સાથે શો સબંધ હતો ? તેના આ જ દિન સુધી વિસ્તૃત અહેવાલ માહિતી પ્રકાશમાં સંશોધક ઇતિહાસ કરેલ નથી.  પ્રગટ કરી નથી જેથી વિશેષ જાણી શકાતું નથી. પ્રમાણભુત સંશોધન થવું જરૂરી છે.

જયારે પ્રાચીન હનુમાન મંદિરો તેમાં ઉજવાતા ઉત્સવ વિષે જાણકારો મુજબ સંક્ષિપ્ત વિગત ઉત્સવ પ્રસંગ હાલ પોરબંદર ખાપટ સરવે નંબરમાં તેમજ પોરબંદર બાયપાસ દ્વારકા રોડ, રાજવાડી, ગુરૂકુળ રોડ પર આવેલ રોકડીયા હનુમાન મંદિર જે પોરબંદરના વંશ રાજવીનું આસ્થાનું કેન્દ્ર મંદિર છે. જુનુ મંદિર બહુ જ નાનું હતું. હાલ  દક્ષિણ શૈલીનું બાંધકામ સ્વ. મીસ્ત્રી પુરૂષોતમ ની દેખરેખ નીચે બનાવેલ છે. મુળ મુર્તિ હનુમાનજીની મસ્તકથી છાતી સુધીની છે. પાછડ પુર્ણ કદની નવી પ્રતિમા છે. ઉપરના બીજા માળે પ્રાણ પ્રતિષ્ઠા કરેલ. મર્યાદા પુરૂષોતમ શ્રીરામ માતા જાનકી, ભૈયા લક્ષ્મણજી બિરાજે.

દર હનુમાન જયંતિએ પોરબંદરના રાજવી તરફથી મેળાનું આયોજન થતું  રમત ગમત, કુસ્તી, વિગેરેના મનોરંજન કાર્યક્રમ યોજાતા મુળ ખાખીબાવાના પુજારી વર્તમાન મહંત ગુરૂ બારેમાસ કંપાનની કરૂતી પહેરતા તેમનો સારો આદર સત્કાર પ્રતિષ્ઠીત વ્યકિતને ત્યાં રહેતો. દાદા ગુરૂ પણ પ્રભાવશાળી હતાં. જયારે દંતકથા એક એવી પણ છે. મુળ હનુમાનજીની મૂર્તિ ઝૂંડાળા-મિલપરામાં હતા તેના બે ભાગ થયેલ છે. છાતી નીચેના ભાગ ઝૂંડાળામાં પૂજાય છે. હાલ શું સ્થિતી છે. તે જાણ કારી મળતી નથી.

સુદામા ચોકમાં હનુમાન બાલા હનુમાન

આ હનુમાનજી નીજ મંદિર સુદામા મંદિરથી કેદારેશ્વર રોડ પર આવેલ છે. હાલ સ્વ. ગોવિંદજી ગજ્જરના કારખાના અને સ્વ. વોરા રજબઅલી ભાઇજી ભાઇની દુકાનની વચ્ચે ખુલ્લા ચોકમાં રોડ પર આવેલ છે. જે બાલા હનુમાનથી જાણીતા છે. ચમત્કારી ગણાય છે. પોરબંદર રાજવી પાસેથી પરવાનગી મેળવી બાલા હનુમાનનું મંદિર ખસેડવા પ્રયત્ન થયેલ અને ચમત્કાર મળ્યો. એટલે રોડ પર રહયુ રેલીંગ બાંધી લેવામાં આવી. આ વિસ્તારના સર્વધર્મ વ્યાપારી શ્રધ્ધા સાથે પૂજન કરે છે. હનુમાન જયંતિ મનાવે છે.

એક દશકા કરતાં વધુ સમયથી દર વરસે હનુમાન જયંતિના દિવસે સાંજના સંધ્યા આરતી બાદ ૧,પ૧,૦૦૦ એક લાખ એકાવન હજાર ચુરણાના લાડુની પ્રસાદી અંદાજીત રૂા. ૩૧,૦૦૦ એકત્રીસ હજાર બોકસમાં પૈક કરી પ્રસાદી અપાય છે.

આ પહેલાં ધુવાળા બંધ મહાપ્રસાદ સમારંભ યોજાતો. પ્રતિ વરસ સવારના ભાગે રકતદાન કેમ્પનું આયોજન કરાવામાં આવે છે. એકત્રીત થયેલ રકત થેલેસીમીયા પીડત બાળકો પહોંચાડાય છે.

સમગ્ર ખચ્ચ સ્વ. ગોવિંદજી ગજ્જર પરિવારના તેમના વંશ શ્રી કેતનભાઇ ગજ્જર દ્વારા કરવામાં આવે છે. ભજન-ધુન-હનુમાન ચાલીસા પાઠ, યજ્ઞ પણ સમયોચિત્ત કરાય છે.

સુદામાજી મંદિરમાં સુદામાજી મંદિરની પાછળ પૂર્વ દિશામાં જમણી બાજુ એક પડખા ભર પુર્ણ કદની મૂર્તિ બીરાજમાન છે. ચમત્કારી ગણાય છે.

હનુમાન ગઢી - હનુમાન

હનુમાન ગઢી હનુમાન મંદિર મહર્ષિ દયાનંદ સરસ્વતી રોડ, ખાદી ભંડાર ઇન્ડીયન ઓવરસીઝ બેંકની બાજુમાં બિરાજમાન છે. મુળ બખાઇ આંબલીયા ઝાડના થડમાં મુર્ખાવિંદથી બિરાજેલ છે. જે હૈયાત છે. તેમની સેવા પૂઝા મહંત સ્વ. શામદાસ બાપુ કરતાં હાલ તેમના વંશ વારસો કરે છે. શ્રધ્ધા પુષ્કળ હનુમાન ભકતો દર શનિવારે હાર બંધ દર્શનાર્થે દર્શન કરે છે. મંદિર ચોખ્ખાઇ આંખે વળગે છે. દર હનુમાન જયંતિએ હનુમાન ચાલીસ સુંદર કાંડ આહુતી યુકત યજ્ઞ (હવન) કરવામાં આવે છે નાની એવી પુર્ણકદની પ્રતિમા પણ પધારાવેલ છે. મુળ હનુમાન મુર્ખા વીંદ પણ બિરાજમાન છે.

હનુમાન ગુફા

પ્રાચીન  પૌરાણીક જગ્યા છે. નામ પ્રચલીત છે. હરીશ ટોકીઝ  પાસે, ભદ્રકાલી રોડ, પાછળ રામધુન સત્સંગ મંડળ રોડ આવેલ છે. મંદિર પટાંગણમાં ખુલ્લામાં છે. આસપાસ ભાડુતની ચાલ છે. પ્રખ્યાત છે.

કેદારેશ્વર મહાદેવ બાલા હનુમાન

કેદારેશ્વર મહાદેવ મંદિરની ઉદરાત કેદારેશ્વર બાલા હનુમાન અતિ પ્રાચીન અંદાજીત ૩૦૦ વરસ આસપાસ પૂર્ણ કદની પ્રતિમા ઉભી છે. તાજેતરમાં મુર્ખાવિંદ નવું સ્વરૂપ આપેલ છે. હું પચ્ચાશીલ હાજર હજુર છે. હનુમાન ભકતોને નેત્ર પરિવહન દ્વારા તેમજ કુદરતી શરીરમાંથી અમીધારા આંખમાંથી અશ્રુળમી ધારાથી દર્શન અવારનવાર થાય છે. શ્રધ્ધાથી મનોકામના પુર્ણ કરે છે. નિયમ હોવો જરૂરી છે.

રૂધા બજાર હનુમાન

ઝવેરી બજારથી રૂધા બજાર બંદરે જતા રૂધા બજારમાં ઉતરાદી દક્ષિણા ભીમુખ નાની હનુમાનજીનું મદિર વરસો જુનું પૌરાણીક બે કાના વચ્ચે બહારના ભાગે બિરાજમાન છે. શ્રધ્ધાથી ભકતોની મનોકામના  પુર્ણ કરે છે. ચમત્કાર પણ મળે છે. જયારે બંદર જીવંત હતું ત્યારે આ મંદિરે પ્રસંગો પાત હનુમાન જયંતિએ ભજન સંધ્યા અનેક ઉત્સવનું આયોજન થતું આજ પણ દર શનિવારે શ્રધ્ધાળુ આંકડાનાં હાર, તેલ, સિંદર, શ્રીફળ ચડાવવા લોકો આવે છે.

મંગલકારી હનુમાન

આ હનુમાનજીનું  મંદિર ઝવેરી બજાર પારેખ ચકલામાં આવેલ છે. પચ્ચીસ વરસથી અસ્તીત્વમાં આવેલ છે. બેઠાઘાટની બન્ને હાથ જોડતી પ્રતિમા 'મંગળકારી હનુમાન' થી આ જગ્યા જાણીતી છે. દિન પ્રતિદીન મહિામ વધતો જાય છે. હનુમાન ભકતોની સંખ્યા વધે છે. પારેખ ચકલાનાં ધંધાર્થી અનેક યુવકોએ પ્રેરણાથી મંગલકારી હનુમાનજી મંદિર સાકાર થયેલ છે. દર વરસે બટૂક ભોજન હનુમાન જયંતીએ યોજાય છે. સાંજના ધુન હોય છે. બટુક ભોજન નાત-જાતના ભેદભાવ વગર કરાવવામાં આવે છે. આ મંગલકારી હનુમાન મંદિરે શ્રધ્ધાથી લઘુમતી વેપારી શ્રધ્ધાળુ નિયમીત દર્શન કરે છે.

મંદિરના પુજારી સારસ્વત બ્રાહ્મણ યુવા છે. નિલેષ કલ્યાણી છે. સતત ભકિતભાવક હનુમાન સાધનામાં મગ્ન રહે છે. તેમાં પણ  શનિવારે તેમની અલૌકિતા ધ્યાન ખેંચે તેવી છે. જળ માર્ગ વ્યાપારી સ્વયંભુ - પ્રેરણાથી મંદિર ચલતી રાખેલ છે. દર હનુમાન જયંતિએ હવન-સવારે યોજાય છે. હનુમાનજી મંદિરની સ્થાપના યુવક વર્ગ સ્વયંભુ પ્રેરણાથી કરી છે. હાલ જગદેવ પાનવાળા જવાબદારી સંભાળે છે. વ્યવસ્થા સંભાળે છે. સહકારમાં ચંદ્રેશ પારેખ, અન્ય યુવા વર્ગ વ્યાપારી સહાય રૂપ બને છે. દિનપ્રતિદિન સ્વયંભુ  હનુમાન દાદા મંદિરનો પ્રભાવ વૈભવ વધતો જાય છે. સ્વયંભુ હનુમાન ભકતો સહાય કરે છે.

ભાવેશ્વર મહાદેવ હનુમાન

સત્યનારાયણ મંદિર સામે આવેલ ભાવેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજે તે પણ એકસો વરસ કરતાં પુરાણા છે. પ્રભાવશાળી હનુમાન મંદિર ગણાય છે. શ્રધ્ધાળુ-શ્રધ્ધાથી સાથે દર્શનાર્થે આવી મનોકામના પુર્ણ કરે છે.

:- સંકલન :

હેમેન્દ્રકુમાર પારેખ

પોરબંદર

(12:21 pm IST)