Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ખંભાળીયામાંથી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાનો મેડીકલ રીપોર્ટ

ખંભાળીયા, તા. ૧૭ : સગીરાનું કલ્યાણપુરનો મોહન ડાયા કણઝારીયા અપહરણ કરી ગયો હતો જેનાથી પોલીસે ભીસ વધારતા આ કિશોરીને મૂકીને નાસી ગયો હતો. જેથી પો.ઇ. અરવિંદસિંહ જાડેજાએ જામનગર જી.જી. હોસ્પિટલમાં મેડીકલ ચેકીંગ કરાવતા તેની સાથે બળાત્કાર થયાનો રીપોર્ટ આવતા તેની કલમ પણ લગાડાઇ છે તથા કિશોરીને તેની માતાને સોંપીને આરોપી મોહનને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મંગાઇ છે.

આ કિશોરી તેના કુટુંબીજનો સાથે પગપાળા દ્વારકા જતા હતાં ત્યારે ર૦ વર્ષના અને કોલેજ કરેલા મોહનનો સંપર્ક થતાં પ્રેમ સબંધ બાંધીને આ યુવાન તેને ખંભાળીયા મોબાઇલ ફોન આપી ગયેલો જેમાં સીમકાર્ડ પણ હતું.

પોલીસ તપાસમાં આ મોબાઇલ તેની માતાએ તોડીને ટોયલેટના ખાડામાં નાખી દીધેલ તે હકીકત મળતા પો.ઇ. જાડેજા તથા રાજભા જાડેજાએ આ સીમકાર્ડ કઢાવીને તપાસ કરાવીને સમી પરથી આરોપીનું લોકેશન પકડતા તેને ઝડપી લેવામાં સફળતા મળી હતી. આરોપી કીશોરીને લઇને હર્ષદ તથા આસપાસના ગામડાઓમાં રહ્યો હતો, જયાં પોલીસે તપાસ કરી હતી

(12:16 pm IST)