Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કચ્છનાં માંજુવાસ-ફતેગઢ વચ્ચે ખાતરની આડમાં સંતાડેલો ૨૨.૩૮ લાખનો દારૂ જપ્ત

૨ રાજસ્થાની શખ્સો રૂા.૩૦.૪૯ લાખના મુદામાલ સાથે ઝડપાયા

ભુજ, તા.૧૭: પૂર્વ કચ્છ ગાંધીધામ રાપર પોલીસ ટીમ દ્વારા માંજુવાસ-ફતેગઢ વચ્ચે ખાતરની આડમાં ટ્રકમાં છુપાવેલ પ૦૦ પેટી દારૂ જપ્ત કરીને ર રાજસ્થાની શખ્સોને ઝડપી લીધા છે.

પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજનાની ડી.બી.વાઘેલાની સુચના તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરિક્ષિતા રાઠોડ તથા નાયબ પોલીસ અધિ કે.જી. ઝાલા ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ રાપર પો.સ્ટેના ઇ.પો.ઇન્સ જે.એચ.ગઢવી તથા પો.સબ.ઇન્સ એન.વી. રહેવર તથા પો.સબ.ઇન્સ એ.બી.ચૌધરી તથા સ્ટાફના આફિસોએ પો.કો સેંઘાજી પરમારને ખાનગી બાતમી મળી હતી.

જેના આધારે માંજુવાસ ફતેગઢ વચ્ચે નર્મદા ડેનાલના પુલ પાસેથી ટ્રક નંબર RJ 19 GA 9099વાડી માંથી કુદરતી છાણીયા ખાતરની આડમા સંતાડી રાખેલ ઇગ્લીશ દારૂની બોટલો તથા કવાટરીયા ભરેલ પેટી નંગ ૫૦૦ કિ. રૂ. ૨૨,૩૮,૦૦૦/-નો પ્રોહિ મુદામાલ તથા ટ્રક કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- તથા બે મોબાઇલ તથા રોકડા રૂપિયા ૭૪૦૦/- સહિત કુલ રૂપિયા ૩૦,૪૯,૯૦૦/-ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી ઇગ્લીશ દારૂનો સફળ કવાલીટી કેસ કરવામાં આવેલ છે.

પોલીસે સુરેશચંદ્ર ભવરલાલ રામજી (ઉ.વ.૩૧) રહે.અંબાવાડી તા.બડીસાદડી જી.ચિત્તોડગઢ. રાજસ્થાન (ટ્રક ચાલક) અને (ર) નરેન્દ્ર ઉર્ફે લતારામ કેલવસમજી ગર્ગ (ઉ.વ.૨૬) રહે. સોજત તા.સોજત જી.પાલી (રાજસ્થાન) ની ધરપકડ કરી છે.

આ કામગીરી રાપર પો.સ્ટે.ના ઇ.પો.ઇન્સ જે.એચ.ગઢવી તથા પો.સબ.ઇન્સ એન.વી.રહેવર તથા પો.સબ.ઇન્સ એ.બી.ચૌધરી તથા સ્ટાફના માણસોએ પો.કોન્સ સેંઘાજી પરમારની ખાનગી બાતમી આધારે કરવામાં આવેલ છે.

(12:11 pm IST)