Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ચૂંટણીને અનુલક્ષી ઉપલેટા શહેર, તાલુકામાં પ૯૬ ગુન્હેગારો સામે અટકાયતી પગલા : બે પીધેલા પકડાયા

ઉપલેટા, તા. ૧૮ : લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ રૂરલ એસ.પી.ના હુકમથી ઉપલેટા પોલીસે શહેર અને તાલુકામાંથી જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલા પ૯૬ જેટલા ઇસમો સામે કલમ ૧૧૦ મુજબ અટકાયતી પગલા લીધેલ છે. પોલીસના આવા આકરા વલણથી ગન્હેગારોમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે.

અહીંના પોલીસ કોન્સ્ટેબલ કૌશીકભાઇ જોશી તથા વિશાલભાઇએ પેટ્રોલીંગ દરમ્યાન હનુમાન મઢી પાસે રહેતા કાના લાલજી ચૌહાણ તથા મોહનનગરમાં રહેતા રાકેશ લાલજી લોહાણાને પીધેલ હાલતમાં પકડી પાડી કાયદેસર કરેલ છે.

(12:09 pm IST)