Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભાવનગરમાં બળાત્કારનો આરોપી પકડાયો

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ.ર.ન ૨૮/૨૦૧૮ ઇ.પી.કો. ૩૬૩/૩૬૬ મુજબના ગુન્હાના કામે નાસ્તો ફરતો આરોપી નાનજીભાઇ ખીમજીભાઇ સોલંકી/વણકર રહે. ભીકડા વાળો સીદસર ચોકડી એ ઉભો છે તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ જતા  ગુન્હો કરેલાનો એકરાર કરતા મજકુરને પંચો રૂબરૂ C.R.P.C -41 (૧) I મુજબ ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે. આગળની કાયર્વાહી કરવા વરતેજ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આ કામગરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો હે.કો. રાજપાલસિંહ સરવૈયા , જીતેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

(12:09 pm IST)