Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

કચ્છમાં કોરોનાકચ્છમાંનો ચોથો શંકાસ્પદ દર્દી : દુબઈથી આવેલ મુન્દ્રાનો રહેવાસી હોસ્પિટલાઈઝ

 

ફોટો કોરોના  નોટિફિકેશન )

(ભુજ) વિદેશથી આવતા લોકોને કચ્છના વહીવટી તંત્ર દ્વારા કોરોના સામે સતર્કતા વર્તવા તાકીદ કરાયા બાદ દુબઈથી પરત ફરેલા મુન્દ્રાના રહેવાસીએ આ સંદર્ભે પોતાની તપાસ કરાવી હતી. તે દરમ્યાન આ વ્યક્તિને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાતાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ પુરુષ દર્દીને અત્યારે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને તેના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. કચ્છમાં અત્યાર સુધી કોરોના ના ૩ શંકાસ્પદ દર્દીઓ પછી આ ચોથો કેસ છે.

(9:33 pm IST)