Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

વિદેશી દારૂના ગુનામાં ફરાર ભાવેશ સભાડ પકડાયો

રાજકોટ તા. ૧૮ : રૈયાધાર વિસ્તારમાંંથી વરના કારમાંથી ઝડપાયેલા ૭ર હજારના વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા ભરવાડ શખ્સને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, પુષ્પરાજસિંહ તથા અજયભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાંથી કારમાંથી પકડાયેલા ર૪૦ બોટલ વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા ભાવેશ જોગાભાઇ સભાડ (ઉ.રપ) (ભરવાડ) (રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર નં.પ૦ વારીયા પ્લોટ નં.૭પર) ને પકડી લીધો હતો.

(3:56 pm IST)