Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી રાણપુરનો ભુરો ભગાડી ગયો

સગીરાના માતાની ફરીયાદ પરથી કોળી શખ્સ સામે અપહરણનો ગુનો

રાજકોટ,તા.૧૮ : શહેરના મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી લીંબડી રાણપુરનો કોળી શખ્સ ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી માહિતી મુજબ પાંજરાપોળ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગત તા. ૧૨ના રોજ મોરબી રોડ પર રહેતા સગાના ઘરે મહેંદી મુકવા માટે ઘરથી ઘરની સામે રહેતા પાડોશીના દીકરા સાથે ગઇ હતી બાદ પાડોશીના દીકરા સાથે ગઇ હતી બાદ પાડોશીના દીકરાએ પરત આવીને સગીરાને મુકી આવ્યો હોવાનું સગીરાની માતાને કહ્યું હતું. બાદ માતાએ ફોન કરતા સગીરાનો ફોન સ્વીચ ઓફ આવતા તેણે તેના પતિને વાત કરયા બાદ તેની શોધખોળ આદરી હતી. તપાસ કરતા દોઢેક વર્ષ પહેલા પોતાના વિસ્તારમાં ભાડે રહેતો ભુરો ભગાભાઇ કોળી નામનો છોકરો સગીરા સાથે ફોનમાં વાત કરતો હતો. ત્યારે ભુરાને અને સગીરાને આ બાબતે ઠપકો આપ્યો હતો. બાદ એકાદ વર્ષ થી આ ભુરો કોળી મકાન ખાલી કરીને લીંબડીના રાણપુર ગામ ખાતે રહેવા જતો રહ્યો હતો. આથી સગીરાને આ ભુરો લલચાવી ફોસલાવી બાદ કામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાની શંકા જતા સગીરાની માતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે રાણપુરના ભુરા ભગા કોળી નામના શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીઆઇ વી.જે. ફર્નાન્ડીસએ તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)