Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

સલાયાના યુવક સહિત જામનગર જી.જી.હોસ્પિટલમાં 'કોરોના'ના પ શંકાસ્પદ કેસ નેગેટીવ

ખંભાળિયા - જામનગર તા.૧૮ : દેવભુમિ દ્વારકા જીલ્લાના સલાયા સહિત ભાવનગર, રાજકોટ, ખંભાળીયાના કોરોના પ શંકાસ્પદ દર્દીના નેગેટીવ આવતા તંત્રએ હાશકારો લીધો છે.

ખંભાળિયાના સલાયાગામનો એક યુવાન યુ.એ.ઇ.ના દેવામાંથી આવેલો અને તેને કોરોનાના લક્ષણો તાવ, શરદી, ઉધરસ, દેખાતા સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર હાથ ધરી હતી. જો કે સારવારમાં આ વ્યકિતને કોરોનાનો રોગના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ. ત્યારબાદ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

જિલ્લામાં અત્યારસુધીમાં વિદેશોમાંથી ૪૬ વ્યકિતનું આગમન થયુ છે જે તમામની ચકાસણી કરી તથા તેમના પર વોચ પણ રખાઇ છે ખંભાળિયામાં ૩ર, દ્વારકા ૪, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં વિદેશથી આવે છે.

કોરોનાનો શંકાસ્પદ કેસ નિકળતા તેનો સોશ્યલ મીડીયામાં બ્રેકીંગ ન્યુઝમાં ખુબ પ્રચાર થતા સમગ્ર જિલ્લામાં ભયનું વાતાવરણ થઇ ગયુ હતું તથા કેટલાક તો ખંભાળિયાને બદલે ગામડે વતનમાં જવા રવાના થઇ ગયા હતા તો આ દર્દીને લઇ અવાર નવાર એમ્બ્યુલન્સ, કર્મચારીઓ પણ ફફડતા જીવે કામ કરતા દેખાતા હતા.

(3:51 pm IST)