Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

મોરબીના વિરપરડા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

મોરબી, તા.૧૮: મોરબી તાલુકાના વીરપરડા ગામે સંધી વાસમાં જુગાર રમતા પાંચ શખ્સોની મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના વીરપરડા ગામે પોલીસ પેટ્રોલીંગ હોય દરમિયાન સંધીવાસમાં જુગાર રમતા હનીફભાઇ બુઢાભાઇ સુમરા, સુલેમાનભાઇ મહમદ હુશેનભાઇ બુખારી, કાસમભાઇ આમદભાઇ સુમરા, રહીમભાઇ સુલેમાનભાઇ સુમરા અને મગનભાઇ ભીમજીભાઇ ગામીને રોકડ રકમ રૂ.૬૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાને કિશન મેઘવાલ ભગાડી ગયો

મોરબી પંથકની સગીરાને કિશન રમેશચંદ્ર મેઘવાલ નામનો યુવાન લગ્નની  લાલચે ફોસલાવી અપહરણ કરી ગયાની સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવી છે વધુ તપાસ સી.પી.આઇ.આઇ.એમ કોઢિયા ચલાવી રહ્યા છે.(૨૩.૧૬)

 

(1:04 pm IST)