Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

લખતરમાં ખાડો ખોદી માથે ટાઇલ્સ પાથરી દેવાયેલી : નીચેથી દારૂ મળી આવ્યો

વઢવાણ,તા.૧૮ :લખતર માં આવેલ લક્ષ્મીપરા વિસ્તાર માં રહેતો તાહિરસા સલીમસા દીવાન દારૂ રાખી વેચાણ કરી રહ્યો છે આથી  પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરતા તાહિરસા મળી આવેલ નહિ આથી ઘરે રહેલ વ્યકિત ની પૂછપરછ કરતા તેને પોતે સલીમસા લાલસા દીવાન હોવાનું જણાવ્યું હતું આથી તેને સાથે રાખી ઘર માં અને ઘર ની પાછળ તપાસ કરતા જમીન માં ખાડો ખોદી ઉપર ટાઇલ્સ પાથરી નીચે દારૂ સતાંડેલ મળી આવેલ તેમાં જુદીજુદી બ્રાન્ડ ની ૨૯ બોટલ રૂપિયા ૮૭.૦૦૦ હજાર નો માલ મળી આવેલ આથી દારૂ નો કબજો લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો દાખલ કરી આરોપી તાહિરસા સલીમસા દીવાન ની ધડપકડ કરવાના ચક્રોગતિમાન કરેલ છે.

(1:04 pm IST)