Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ભાઇ ઉઠીને ભાઇનું સાંભળતા નથી !

મોરબીના પુત્રનો પોકાર ! મારી અરજીની ખરાઇ તો કરો? મોટું કૌભાંડ બહાટ આવશે

ન્યાય નહિ જ મળે તો અંતિમ પગલું ભર્યા સિવાય ઉપાય નથીઃ બબ્બે અરજી ઉપર કોઇ પગલા નહી

મોરબી,તા.૧૮: અહીંના ગૌરાંગભાઈ હીરાભાઈ કાનગઢ સામે બી ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ કરવામાં આવી હોય અને તેની ધરપકડ કરવામાં આવી હતી. ગૌરાંગ કાનગઢ દ્વારા લેખિત અરજી કરવામાં આવી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે ખોટા બીલો અને દસ્તાવેજોનો ઉપયોગ કરાયો હોય અને બીલોની ખરાઈ કરી તપાસ કરાય જેથી સત્ય સામે આવે અરજી છતાં પોલીસે કોઈ કાર્યવાહીના કરતા વધુ એક અરજી આપી હતી આમ છતાં થઇ નહોતી અને કહેલ કે, તપાસના પોતે પોલીસ પુત્ર હોવા છતાં ન્યાય માટે ભટકવાનો વારો આવ્યો હતો. ટ્રાન્સપોર્ટના વેપારી ગૌરાંગભાઈએ આ અંગે રજુ કરેલ બિલોની ખરાઈ કરવા અને યોગ્ય તપાસની માંગ કરી હતી પોલીસે જે મુદામાલ પકડ્યો છે તે નોન ટ્રેડ સિમેન્ટ છે અને ફરિયાદીએ જે બીલ રજુ કર્યા તે ટ્રેડના બીલ કહ્યું છે કે, આમાં તપાસ કરાય તો મોટું કોભાંડ બહાર આવી સકે છે તેમ અરજીમાં જણાવ્યું છે, જો તેમને ન્યાય નહિ મરે તો અંતિમ પગલું ભરવા તેઓ મજબુર બનશે અને આવું બનેતા તમામ જવાબદાર સામે પગલા ભરવાની માંગ કરી છે.(૨૨.૨૧)

(1:04 pm IST)