Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ખેડૂતોને પરેશાન કરી શોષણ સામે વિરોધ વંટોળ

મોરબીઃ ખેડૂત આગેવાન દ્વારા પાક વીમા માટે અનોખી રીતે વિરોધ નોંધાવી કલેકટરને આવેદન પાઠવ્યું હતું. જે કે પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોએ કોરોનાથી જાગૃતિ અંગે માસ્ક, હાથમોજા અને સલામત કપડા પહેરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો તેમજ કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે પાક વીમાં કંપનીઓ વડાધાન પાકવીમાં યોજનાની ગાઈડ લાઈનનું પાલન કરતી નથી અને ખોટો ઉપયોગ કરી ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોએ ગ્રાહક અદાલત અને ગુજરાત હાઈકોર્ટમાં પણ વીમા કંપનીઓ સામે કેસ કરેલ છે ત્યારે ખેડૂતોને પાક વીમાં કંપની તરફથી થતી ગેરરીતી મામલે ન્યાયિક તપાસ કરવા યોગ્ય તપાસ સમિતિ બનાવીને ખેડૂતોને સાથે રાખી તપાસ કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી છે તેમજ જો પંદર દિવસમાં કાર્યવાહીના કરાય તો ખેડૂતોના સહકારથી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તે તસ્વીર.

(1:03 pm IST)