Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

પોશ ડોડવાના જથ્થા સાથે ૪ આરોપીઓને પકડી પાડતી સુરેન્દ્રનગર પોલીસ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ  સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર નાર્કોટીકસ પદાર્થના વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝૂંબેશના ભાગરૂપે સુરેન્દ્રનગર એસ. ઓ. જી. શાખાના પો. ઇન્સ. એફ. કે. જોગલ તથા એસ. ઓ. જી. સ્ટાફના એ. એસ. આઇ. ઘનશ્યામભાઇ તથા યોગેન્દ્રસિંહ ચુડાસમા તથા દાજીરાજસિંહ તથા ડાયાલાલ તથા પ્રવિણભાઇ, તથા હે. કો. હસમુખભાઇ તથા હરદેવસિંહ તથા મહીપતસિંહ તથા રવિભાઇ પો. કોન્સ. જયરાજસિંહ તથા ડ્રા. હેડ કોન્સ. પરષોતમભાઇ ડ્રા. પો. કોન્સ. બલભદ્રસિંહ વિ. સ્ટાફના માણસોએ બાતમી મેળવી લીંબડી-સાયલા હાઇવે ઉપર ફુલગ્રામના પાટીયા પાસે  ઝાલાવાડ ગેસના ગોડાઉનમાં રેઇડ કરી આરોપીઓ (૧) રમેશકુમાર ચનારામબિરસ્નોઇ (ઉ.રર), રહે. મુળ પડીયાલ ગામ હનુમાનજીના મંદિર પાસેના ફલોદી થાના ભોજાસર જીલ્લા જોધપુર (રાજસ્થાન) હાલ રહે. ફુલગ્રામના બોર્ડ સામે ઝાલાવાડ પેટ્રોલ પંપ પાછળ ઝાલાવાડ ગેસ ગોડાઉનમાં આરોપી (ર) રામનિવાસ ક્રિષ્નારામ બિસ્નોઇ (ઉ.વ.રપ) રહે. રણીસર ખાવકીટાણી તા. થાના ફલોદી જી. જોધપુર (રાજસ્થાન) આરોપી-(૩) સુભાષ ચીમારામ  બિસ્નોઇ ઉ.ર૦ રહે. ભોજાસર, મોદરનગર  તા. ફલોદી થાના બોજાસર જી. જોધપુર (રાજસ્થાન) આરોપી-૪ રામનિવાસ હેતરામ બિસ્નોઇ ઉ.રપ રહે. શીવનગર ફલ્લા મોટા તા. બાપ થાના ચાખુ જી. જોધપુર (રાજસ્થાન વાળાઓને પોશ ડોડવાનો જથ્થો વજન ૯૬ કિલો ૭૦૦ ગ્રામ કિ. રૂ. ૯૬,૭૦૦ તથા મો. નંગ-૪ કિ. રૂ. ૪૦,૦૦૦ તથા બોલેરો પીક-અપ ગડી કિ. રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૪,૩૬,૭૦૦ ન મુદામાલ સાથે પકડી પાડી જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં એન. ડી. પી. એસ. એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આરોપીઓની પુછપરછ ચાલુ છે જેમાં વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને વધુ આરોપીઓના નામો ખુલવા પામે તેવી શકયતા છે. તેમજ આરોપી ૧ મોરબીના એન. ડી. પી. એસ. ના ગુન્હામાં નાસતો - ફરતો હોવાનું જણાય આવેલ છે.

(1:02 pm IST)