Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

પોલીસ અધિકારી સાથે સંતોષપ્રદ વાતચીત બાદ કાઠી-ક્ષત્રિય સમાજે આવેદનપત્રો આપવાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા

રાજુલાઃ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો અમરેલી જિલ્લામાં એસપી શ્રી નિર્લીપ્ત રાયને મળીને મુલાકાત કરી રજૂઆત કરેલ. ખૂબ માન સન્માન સાથે સકારાત્મક રીતે સાંભળ્યા હતા. સમાજના યુવાનો વિરૂદ્ધ આતંકવાદ ધારો લાગુ કરેલ નથી, પરંતુ સંગઠિત અપરાધ ધારો લાગુ કરેલ છે તેવો ખુલાસો કરતા ગેરસમજણ દૂર થઈ હતી. આ સિવાય સમાજના જુદા જુદા પ્રશ્નોની ખુલા દિલે ચર્ચા કરતા સકારાત્મક જવાબ આપેલ છે. આ બાબત ધ્યાને લઈ સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજે ગાંધીનગર અને અન્ય તાલુકા જિલ્લામાં આવેદનનો કાર્યક્રમ આપેલ હોય તે કાર્યક્રમ સદંતર બંધ રાખવા અને કોઈપણ કાર્યક્રમ હવે યોજવા નહિ તેવી આગેવાનોને અપીલ કરી છે. સોશિયલ મીડયામાં મેસેજ સહિતના નકારાત્મક મેસેજ કે કોમેન્ટ કરવી નહીં. રજૂઆત કરવામાં કાઢી ક્ષત્રીયના આગેવાનો શ્રી પ્રતાપભાઈ વરૂ, શ્રી મેરૂભાઈ ખાચર, શ્રી દાદભાઈ વરૂ, શ્રી રવુભાઈ ખુમાણ, શ્રી જીતુભાઈ વાળા, શ્રી ભૂપેન્દ્રભાઈ બશિયા, શ્રી વિજયભાઈ વાળા, શ્રી સત્યેન્દ્રભાઈ ખાચર, શ્રી વાજશુરભાઈ વાળા, શ્રી રાજુભાઈ ધાંધલ, શ્રી પ્રતાપભાઈ ભગત, શ્રી ઉમેદભાઈ બશિયા, શ્રી રણજીતભાઈ વાળા, શ્રી હનુભાઈ વાળા, શ્રી શિરાજભાઈ ખાચર, શ્રી વનરાજભાઈ, શ્રી કિશોરભાઈ વાળા, શ્રી હરેશભાઈ કામળીયા, શ્રી હરેશભાઈ ખાચર, શ્રી ઉદયભાઈ ખાચર, ઉદયભાઈ ખાચર મેવાસ, ભરતભાઈ સાડસુર, શ્રી સુરેશભાઈ ધાધલ વિગેરે ઉપસ્થિત રહેલ તે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર-અહેવાલઃ શિવકુમાર રાજગોર-રાજુલા)

(12:12 pm IST)