Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ

ચકલા વિષે અવનવુ

 * ચકલી વારંવાર ધુળમાં નાનો ખાડો બનાવી ડસ્ટ બાથ લેતા જોવા મળે છે. કયારેક પોતે બનાવેલ ખાડામાં અન્ય ચકલાને આવતા અટકાવે છે.

 * ચકલી રાતે પોતાની ચાંચ પાંખના પીછામાં ભરાવીને નીંદર માણે છે. સામાન્ય રીતે રાતવાસો દ્યટાદાર વૃક્ષમાં કરે છે.

* ચકલા નિર્ભય બની માનવ સાથે વિશેષ રહેતા હોય તેના વિશે વિશેષ અભ્યાસ થયેલ છે. આજ સુધીમાં ૫૦૦૦ વૈજ્ઞાનિક સંશોધન પેપર ૨જુ થયેલ છે.

 * ચકલાએ ૧૫ વર્ષ ૯ મહિનાનું આયુષ્ય ભોગવ્યાની નોંધ છે.

 * ચકલાની જોડી કોઈ કારણસર ખંડીત થાય ત્યારે અન્ય સાથી શોધી ૧-ર દિવસમાં ફરી જોડી બની જાય છે.

* ચકો કદમાં મોટો હોય છે તેમજ ચકાના શરીરના ભાગમાં વધારે બ્રાઉન રંગ હોય છે અને કાળું ઢાબુ છાતી પર હોય છે.

 *  ચકલાના દ્યેરા સાંજના સમયે વૃક્ષમાં આશરો લેતા પહેલા ચીચીયારીથી વાતાવરણ ગજવી મુકે છે જે દૂરથી સાંભળી શકાય છે.

* ચકો કજીયાખોર હોય છે. જોર જોરથી ઝગડે છે. જયારે બે ચકલા ઝગડતા હોય ત્યારે તેને હાથથી પકડી શકાય છે. કયારેક ઝગડતા ઝગડતા બે ચકલા જમીન પર પટકાય છે.

 * ચકો કયારેક અરીસામાં પોતાના પ્રતિબીંબને અન્ય ચકો સમજી કાચમાં ચાંચ મારતો જોવા મળે છે કયારેક પોતાના પીછા ખેંચતો પણ જોવા મળેછે.

* ચકલામાં અવારનવાર સંવનન જોવા મળે છે. ચકી સંવનન માટે ચકાને આકર્ષિત કરતી હોય છે.

 * ચકલાના દ્યેરા (સમુહ) માં હોય ત્યારે દરેક ચકલાને દ્યેરામાં ચોકકસ સ્થાન હોય છે. મોટા કાળા ધાબાવાળો નર ઉમરવાન હોય છે તેમજ ઓછા કાળા ધાબા ધરાવતા નર પર પ્રભાવિત હોય છે. પ્રબળ નર સાથે નિર્બળ ચકલા ઝગડવાનું ટાળે છે.

* ચકલા જમીન પર ડગલા ભરીને ચાલવાને બદલે બે પગે કુદકા મારીને ચાલે છે.

આમ, આપણે જાણ્યું કે ચકલાની વસ્તી વધારવા માટે માળો ગોઠવવા સાથે ચકલાને ખોરાક, પાણી અને સલામતી મળી રહે તે પણ જરૂરી છે. આવો સાથે મળી ચકલાની જરૂરીયાત સંતોષી ચકલાની વસ્તી વધારવાના પ્રયત્નોમાં સહભાગી થઇએ. (૪૦.૨)

ડો.એમ.જી. મારડીયા

(12:12 pm IST)