Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

વિસાવદરના પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી લાખો રૂપિયા કમાયા

આધુનિક ખેતીને નફાકારક વ્યવસાય ગણાવતા કરશનભાઇ દુધાત્રા

જૂનાગઢ તા.૧૮ : ખેતી અને બાગાયતના ક્ષેત્રમાં નવા પ્રયોગો થકી સારી એવી કમાણી થઈ રહી છે. વિસાવદરણા પ્રગતિશીલ ખેડૂત ડ્રેગનફ્રૂટના વાવેતર થકી વીદ્યે લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

વિસાવદર તાલુકાના ખંભાળિયા (ઓજત) ગામે રહેતા કરશનભાઇ દૂધાત્રા છેલ્લા છ વર્ષોથી ડ્રેગનફ્રૂટની આધુનિક ખેતી કરી રહ્યા છે. હાલના સમયમાં જો ખેતીમાં આધુનિકતા અને કઇંક નવીન કરવામાં આવે તો આ વ્યવસાય નફાકારક છે. આ શબ્દો છે પ્રગતિશીલ ખેડૂત કરશનભાઇના. કરશનભાઇ પાસે ખંભાળિયામાં ૨૬ વીદ્યા મધ્યમ કાળી જમીન ધરાવે છે.શરૂઆતમાં મગફળી,કપાસની સામાન્ય ખેતી કરતાં હતા.છેલ્લા ૬ વર્ષથી ડ્રેગનફ્રૂટનીઙ્ગ આધુનિક ખેતી કરે છે.

ડ્રેગનફ્રૂટની આધુનિક ખેતીનો વિચાર કયાંથી આવ્યો એ વિશે કરશનભાઇ એ જણાવ્યું કે,વર્ષ ૨૦૧૩માં મારા દિકરા પાસે અમેરિકા ગયેલ ,ત્યાંથી મને ડ્રેગનફ્રૂટની ખેતી કરવાની પ્રેરણા મળી હતી. તેમણે ઉમેર્યું કે, આ થોરની પ્રજાતિ છે. અમેરિકામાં આ ફળની ખેતી થઈ શકતી હોય તો આપણાં વિસ્તારમાં થઈ શકે છે. એ વિચાર આવ્યો અને ડ્રેગન ફ્રૂટનું બિયારણ અમેરિકાથી લઈ આવેલ અને મારા ખેતરમાં વાવેલ તેમણે વધુમાં જણાવ્યું કે,ગત વર્ષે ૩ વિદ્યામાં ડ્રેગનફ્રૂટ વાવેલ જેમાંથી ૨ થી ૩ લાખની કમાણી થયેલ તથા ખર્ચ ૦્રુ લાગે છે.આ વખતે ૧૨ વીદ્યામાં  ડ્રેગનફ્રુટ વાવવમાં આવેલ છે. ડ્રેગન ફ્રુટની ખાસીયત એ છે કે, તે ઓછા પાણી અને ઓછી મહેતને સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. આ ફળમાંથી નેચરલ કોસ્મેટીકસ,આઈસ્ક્રીમ,શરબત વગેરે પણ બને છે.

 કરશનભાઇએ સરકારના આત્મા પ્રોજેકટના તેમજ ગ્રામસેવક,વિસ્તરણ અધિકારી સાથે સંપર્કમાં રહીને ખેતી ક્ષેત્રે નવીનત્ત્।મ પ્રયોગો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, યોગ્ય તાલીમ લઈ વાવેતર કરવાથી ફળમાં રોગ જીવાત આવવાની શકયતા ઓછી રહે છે.તેમજ કોઈપણ દવા,ખાતરની જરૂરિયાત રહેતી નથી અને પાણી પણ ઓછું જોઈએ છે.વધુમાં આ ફળને સંગ્રહ વગર પણ લાંબા સમાય સુધી સાચવી શકાય છે.અને પૂરતો ભાવ મેળવી શકાય છે.

હૃદયની બીમારી,હાઈબીપી,વાળ,સાંધાના દુખાવામાં ડ્રેગનફ્રૂટ ફાયદાકારક

 ડ્રેગનફ્રૂટ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.આ ફળનું સેવન હાડકાના સાંધાની બીમારીમાં,હાઈબ્લડપ્રેશર,હ્રદયની બીમારીમાં ખુબજ ઉપયોગી નીવડી રહ્યું છે.ડ્રેગનફ્રૂટમાં ભરપૂર માત્રામાં કેલેરી હોય છે.ઉપરાંત એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઓકિસડેન્ટના ગુણ ધરાવે છે . ઉપરાંત વાળ,ત્વચાની સમસ્યામાં પણ જો આ ફ્રૂટનું નિયમિત સેવન કરવામાં આવે તો ફાયદાકારક છે. 

(12:12 pm IST)