Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ગોંડલમાં ૪૫ બોટલ દારૂ સાથે બે શખ્સો પકડાયા

મુકેશ ઉર્ફે વિકી ભટ્ટ અને સમીરની ધરપકડ

રાજકોટ, તા. ૧૮ :. ગોંડલના ભગવતપરામાં સીટી પોલીસે રેડ કરી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પીએસઆઈ બી.એલ. ઝાલા તથા હેડ કોન્સ. ઘનશ્યામસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતા ત્યારે ભગવતપરામાં રેડ કરી મુકેશ ઉર્ફે વિકી મુઠીલાલ ભટ્ટ રહે. રેલ્વે સ્ટેશન સામે સ્ટેશન પ્લોટ તથા સમીર જતીનભાઈ વાઘેર રહે. સુમરા સોસાયટી રહે. બન્ને ગોંડલને ૪૫ બોટલ દારૂ કિં. ૨૩૪૦૦ના જથ્થા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:11 pm IST)