Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

પોરબંદરના વડાળામાં જુગાર રમતા ૫ શખ્સો ૧૩ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર,તા.૧૮: જિલ્લાના વડાળા ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સોને ૧૩ હજારની રોકડ સાથે પકડીને બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હ નોંધ્યો છે.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂ તથા જુગારની બદ્દી નાબુદ કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલએ જિલ્લામાં દારૂ / જુગારની ગે.કા. પ્રવૃતિ નાબુદ કરવા આપેલ. ખાસ સુચના અન્વયે એલસીબી પીઆઇ એમ.એન. દવેની રાહબળી હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો બગવદર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ રમેશભાઇ યાદવ તથા હેડકોન્સ્ટેબલ ગોવિંદભાઇ મકવાણાને મળેલ ચોકકસ હકિકત આધારે વડાળા ગામ રામ મંદિર પાસે ખુલ્લા પડતરવાડામાં હારજીતનો જુગાર રમી રમતા ગંજીપતાના પાના  નંગ.૫૨ તથા રોકડા રૂપિયા ૧૩,૭૬૦ ના મુદ્દામાલ સાથે (૧) દેવશી અરભમભાઇ મોઢવાડીયા (ઉવ.૫૦) રહે વડાળા ગામે વાડી વિસ્તાર(૨) કાના ભોજાભાઇ મોઢવાડીયા ઉ.વ.૪૮ રહે વાડાળ (૩) અરભમ માલદેભાઇ મોઢવાડીયા ઉ.વ.૫૦ રહે વડાગા ગામે  (૪) જીવા ગીગાભાઇ ઓડેદરા ઉ.વ.૫૦ રહે વડાળા (૫) જેસા હમીરભાઇ મોઢવાડીયા ઉ.વ. ૬૫ રહે વડાળા ગામને પકડી પાડેલ છે.

આ કામગીરીમાં પોરબંદર એએસઆઇ રમેશભાઇ જાદવ, હેડ કોન્સ્ટેબલ બટુકધભાઇ વિંઝુટા, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા,રણજીતસિંહ દયાવત, સુરેશભાઇ નકુમ પોલીસ કોન્સ્ટેબલ સલીમ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા વિગેરે રોકાયેલ હતા.

(12:11 pm IST)